ટ્રાફિક અવેરનેસ

પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ

પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે. 

Sep 27, 2019, 09:52 AM IST
E-memo received for sold car by surat corporator PT2M12S

3 વર્ષ પહેલા વેચેલી કારનો ઈ-મેમો આવતા સુરતના કોર્પોરેટર ચોંક્યા

સુરત કોર્પોરેટરને રૂ 23,100નો ઇ-મેમો આવ્યો છે. 3 વર્ષ પહેલાં કાર વેચી દીધી હતી. ત્યારે કાર વેચી દીધા બાદ પણ ઇ મેમો આવ્યો છે. કોર્પોરેટર ડી .પી.વેંકરિયા ઇ મેમો જોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, નવા માલિકના નામે કાર ટ્રાન્સફર કરાઈ ચૂકી છે.

Sep 21, 2019, 10:15 AM IST

ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું, હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. 

Sep 21, 2019, 08:56 AM IST

સુરત : આખી સોસાયટીએ હેલમેટ પહેરીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારી

આ વર્ષે ગણેશોત્સવમાં તહેવારની સાથે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. અનેક ગણેશ મંડળો પર્યાવરણને લઈને જાગૃત જોવા મળ્યા. કોઈએ માટીના ગણેશની સ્થાપના કરી, તો કોઈએ ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કર્યું. તો અનેક સોસાયટી અને મંડળોના ગણેશોત્સવમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ત્યારે સુરતના એક મંડળમાં હેલમેટ પહેરીને ટ્રાફિક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરાયો. 

Sep 12, 2019, 02:10 PM IST