થાઇ સૈનિકનો ગોળીબાર News

થાઇલેન્ડમાં સૈનિકનો ગોળીબાર, અનેક લોકોનાં મૃત્યુની આશંકા
 થાઇલેન્ડમાં એક સૈનિકે અનેક લોકોની ગોળીમારીને હત્યા કરી દીધી. તેણે પોતાની રાઇફલથી શોપિંગ સેન્ટર નજીકનાં લોકો પર ફાયરિંગ કર્યું. ઘટના અંગે મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં સામાન્ય નાગરિકો ઉપરાંત પોલીસ અધિકારીઓનાં મોત પણ નિપજ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના થાઇલેન્ડનાં પૂર્વોત્તર શહેર કોરાતની છે. સેનાની એક ગાડીમાં બેસીને સૈનિક લોકો પર અંધાધુંધ ગોળીબાર કરવા લાગ્યો હતો. જાકરાપંથ થોમા નામના એક શંકાસ્પદ વ્યક્તિએ આ ગોળીબારને સોશિયલ મીડિયા પર લાઇવ કરી રહ્યો હતો. તે કોરાત શોપિંગ મોલમાં છુપાયેલો હતો. મળતી માહિતી અનુસાર આ બંધુકધારીએ સૌથી પહેલા સૈન્ય બેઝમાં પોતાના કમાન્ડર અને બે અન્ય જવાનોની પણ હત્યા કરી હતી. ત્યાર બાદ શોપિંગ મોલમાં આઆશરે 20 લોકોને બંધક બનાવી લીધા હતા. તેણે ફેસબુક પરપોતાની એક પોસ્ટમાં લખ્યું કે તેણે બદલો લેવાનો હતો.
Feb 8,2020, 22:13 PM IST

Trending news