gujarat education department

Gujarat Education Calendar: આ તારીખે યોજાશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા

રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય પત્ર અને પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવશે.

Sep 22, 2021, 10:09 PM IST

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો! વિરોધ યથાવત, અનેક સેન્ટરો પરથી શિક્ષકો ગાયબ

મીડિયા સાથે વાત કરતા ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કહ્યુ કે, અમે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમણે અમારી વાત સાંભળવાની ના પાડી દીધી હતી. મહાસંઘના અધ્યક્ષે કહ્યું કે, આ બે લાખ શિક્ષકોનું અપમાન છે. તેમણે આ સાથે દાવો કર્યો કે સરકાર હોલ ટિકિટ ડાઉનલોડ કરવાના ખોટા દાવાઓ કરી રહી છે.

Aug 24, 2021, 01:34 PM IST

શિક્ષકોના વિરોધ વચ્ચે આજે રાજ્યભરમાં યોજાશે શિક્ષક સજ્જતાનું સર્વેક્ષણ

શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યવ્યાપી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંઘોના વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ફરજીયાત ન હોવાની વાત કહી છે. 

Aug 24, 2021, 07:13 AM IST

રાજ્ય બાદ શાળાઓમાં કોરોનાના પગ પેસારાથી શિક્ષણ વિભાગ સક્રિય, ગાઇડ લાઇનનાં કડક પાલન માટે આદેશ

કોરોના (Corona) વાયરસ (Virus) ફરી એકવાર ગુજરાતમાં બેકાબુ બની રહ્યો છે. ત્યારે શાળા (School)ઓ ચાલુ કર્યા બાદ સરકારની સ્થિતી ચિંતાજનક બની છે. ધોરમ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય દોરણના ક્લાસ પણ શરૂ થયા હતા. જો કે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુર્ણ થયા બાદ રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં કોરોના (Corona)ના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે વાલીઓ, વિદ્યાર્થીઓની તથા શિક્ષણ જગતમાં પણ હવે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ સરકાર પણ હવે શાળા (School)ઓ શરૂ કર્યા બાદ ન ગળાય ન કઢાય તેવી સ્થિતી છે. 

Mar 9, 2021, 04:36 PM IST

GSHEB: ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ-9થી 12ની પ્રથમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો કરી જાહેર

શિક્ષણ વિભાગ દ્વારા  ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 

Feb 24, 2021, 08:02 PM IST

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, 10-12 બોર્ડ અને માધ્યમીક શાખામાં થયો મોટો ફેરફાર

કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.

Nov 20, 2020, 12:22 AM IST

23મી તારીખથી નહી ખુલ્લે શાળા-કોલેજ, કોરોનાની સ્ફોટક સ્થિતી જોતા નિર્ણય પરત ખેંચ્યો

કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ હતી. 23મી તારીખે શાળાઓ ખોલવા માટેનો આદેશ પણ આપી દીધો હતો. શાળાઓ કઇ રીતે ચલાવવી તે અંગેની SOP પણ જાહેર કરી દીધી હતી. જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે. 

Nov 19, 2020, 11:01 PM IST

DPS ઈસ્ટ વિવાદઃ હવે રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજોની થશે ચકાસણી

ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા તંત્રને તેમના ત્યાં ચાલતી CBSE સ્કૂલોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે એક સંપૂર્ણ ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ આ સમગ્ર ચકાસણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે.
 

Dec 15, 2019, 06:00 PM IST