નરહરી અમીન

ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં દિવાળીનું વાતાવરણ છે ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટ્યા બાદ ફરી એકવાર વધવા લાગી છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓ દાખલ કરવા પડ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપટે આવી ચુક્યા છે. ત્યારે ભાજપના વધારે એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત થયા છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા. 

Nov 14, 2020, 06:32 PM IST

રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?

રાજ્યસભાની ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો. ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. કહી શકાય કે, ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું. ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ અને બીટીપીનું સમર્થન તૂટી શકે છે. તો સાથે જ વોટિંગ ન કરીને બીટીપીએ રૂપાણી સરકારને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, જેથી નવા સમીકરણો પણ રચાઈ શકે છે. 

Jun 20, 2020, 09:16 AM IST

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસે અનેક પ્રયત્નો, વાંધા કાઢ્યા અંતે પાછી પડી: CM રૂપાણી

રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યે પુર્ણ થયું હતું. ત્યાર બાદ સાંજનાં 5 વાગ્યે મતગણતરીમાં શરૂ કરવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીનાં કારણે વિલંબ થયો હતો. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસનાં તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. મતગણતરી માટે લીલીઝંડી આપતા મતગણતરીની પ્રક્રિયા ચાલુ થઇ હતી. ત્યાર બાદ રાતનાં સવા દસ વાગ્યે રાજ્યસભાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો હતો. જ્યારે શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. ભરતસિંહ પરાજિત થયા છે.

Jun 20, 2020, 12:41 AM IST

ગુજરાત રાજ્યસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, મતગણતરી બાદ ઉમેદવારોની નક્કી થશે જીત

ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. રાજ્યસભા ચૂંટણીને લઇ બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. 4 બેઠકોની ચૂંટણી માટે 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.

Jun 19, 2020, 07:06 PM IST

કોંગ્રેસની વાંધા અરજીને કારણે રાજ્યસભા ચૂંટણીની મોડી શરૂ થશે મતગણરી

ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીને લઇ સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી

Jun 19, 2020, 05:37 PM IST

ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર

કોંગ્રસ અને ભાજપના તમામ ધારાસભ્યોનું રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવશે. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ છે. ત્યારે રાજ્યસભાના આ ચૂંટણી જંગમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારની જીત લગભગ નિશ્વિત છે. બીટીપીના બંને મત ભરતસિંહ સોલંકીને મળે તો પણ કોંગ્રેસ જીતની નજીક નથી. હાલની સ્થિતિએ ભાજપના સભ્યોના મત રદ કે ખોટા થાય તો જ ભરતસિંહ સોલંકી  જીતી શકે છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે જરૂરિયાત પૂરતા મત મળી ચૂક્યા છે. તો ભરતસિંહ સોલંકી (bhratsinh solanki) હજી પણ એક મત પાછળ છે. આમ, ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ પોતાના બીજા ઉમેદવારને નહિ જીતાડી શકે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની જીતવાની સંભાવના નહિવત છે. 

Jun 19, 2020, 03:25 PM IST

નારાજ બીટીપી માટે CM રૂપાણીનો દાવો, છોટુભાઈ અને મહેશ વસાવા અવશ્ય મતદાન કરવા આવશે

રાજ્યસભાની ચૂંટણી માટે બપોરે દોઢ વાગ્યા સુધી 70 ટકા જેટલું વોટિંગ થઈ ગયુ છે. આવામાં ભાજપના તમામ ધારાસભ્યોએ મતદાન કરી લીધું હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કરીને મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેઓએ કહ્યું કે, ભાજપના તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું છે. ભાજપના ત્રણે ઉમેદવાર વિજયી બનશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સફળ કામગીરી કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા અમારા ત્રણેય ઉમેદવાર સાથ સહકાર આપશે. 

Jun 19, 2020, 01:31 PM IST

હુકમનો એક્કો બનેલ BTP ને વોટિંગ કરવા મનાવવા ભાજપ બાદ કોંગ્રેસના મરણિયા પ્રયાસો શરૂ

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો નનૈયો કરતા બીટીપીને મનાવવાના પ્રયાસો બંને પાર્ટીએ શરૂ કરી દીધા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પક્ષ બીટીપીને મતદાન કરવા આવવા મનાવી રહ્યું છે. કોંગ્રેસના નેતા સિદ્ઘાર્થ પટેલ અને ઇન્દ્રવિજયસિંહ છોટુ વસાવાને મનાવવા નીકળ્યા છે. અહેમદ પટેલ સાથે વાત થઈ હોવા છતાં છોટુ વસાવા મતદાન કરવા ન આવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા તઓને મનાવવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. તો બીજી તરફ, ભાજપના ભરતસિંહ પરમાર પણ છોટુ વસાવાને મનાવવા જઈ આવ્યા છે.

Jun 19, 2020, 12:28 PM IST

એક-એક મત પણ કિંમતી હોવાથી ભાજપના 4 ધારાસભ્યો એમ્બ્યુલન્સથી વોટ આપવા પહોંચ્યા

વિધાનસભાના ભવન ફ્લોર પર નંબર 4 પર મતદાન થઈ રહ્યું છે. લગભગ 50 ટકા વોટિંગ થઈ ચૂક્યું છે. ધીરે ધીરે મતગણતરીનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીની વચ્ચે કેટલાક કિસ્સા બન્યા છે. મતદાન કરવા માટે સવારે 9 વાગ્યાથી ધારાસભ્યોની લાઈન લાગી હતી. પરંતુ આ વચ્ચે કેટલાક ધારાસભ્યો વ્હીલચેર પર મત આપવા આવ્યા હતા.  મંત્રી પરસોત્તમ સોલંકી વહીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા

Jun 19, 2020, 12:00 PM IST

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ભાજપાના ધારાસભ્યો અમારા સંપર્કમાં નથી, પણ તેમની અંદરના વિખવાદનો ફાયદો અમને જરૂર થશે

આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં ખરાખરીનો જંગ જોવા મળશે. કયો ધારાસભ્ય પોતાના પક્ષનો સાથ આપે છે, અને કોણ પાર્ટી સાથે દગાબાજી કરશે તેનો ખેલ પણ આજે ખુલ્લો પડી જશે. આવામાં દરેક ઉમેદવાર અને ધારાસભ્યએ પોતાના પક્ષનો વિજય થશે તેવા દાવા કર્યાં છે. 

Jun 19, 2020, 08:15 AM IST

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આખરે BTPના બે વોટ ન પડતા ભાજપના ઉમેદવારોની જીત નક્કી

આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાયું હતું. ત્યારે બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે.

Jun 19, 2020, 07:22 AM IST

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણીપંચે કરી લીધી તૈયારીઓ....

રાજ્યસભાની આવતીકાલે યોજાનાર ચૂંટણી (Rajyasabha Election 2020) ની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી લીધી છે. રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે. 

Jun 18, 2020, 11:12 AM IST
Special Conversation With Narhari Amin On Zee 24 Kalak PT26M19S

શીર્ષ સંવાદ: રાજ્યસભાના ભાજપના ઉમેદવાર નરહરિ અમીન સાથે ખાસ વાતચીત

શીર્ષ સંવાદ: રાજ્યસભાના ભાજપના ઉમેદવાર નરહરિ અમીન સાથે ખાસ વાતચીત

Mar 18, 2020, 10:45 PM IST
congress leader Paresh Dhanani tweet on MLA resignation PT3M17S

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ટ્વિટ, "અપ-પ્રચારથી આઘા રેજો"

કોંગ્રેસને તૂટતી બચાવવા નેતાઓ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે આ વચ્ચે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. હાલ મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા "અપ-પ્રચારથી આઘા રેજો" હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું નથી...! @રાજ્યસભાની રમખાણ.

Mar 15, 2020, 02:05 PM IST
congress MLA send to jaipur due to rajyasabha election PT3M59S

જાણો કોંગ્રેસના કયા કયા ધારાસભ્યોને જયપુર મોકલાયા છે...

રાજયસભાની ચૂંટણીને લઈ કોગ્રેસના ધારાસભ્યનો તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર મોકલાયા છે. ગઈકાલે સાંજે આ ધારાસભ્યો જયપુર પહોંચી ગયા હતા. ત્યારે વધુ ધારાસભ્યો જયપુર લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે કયા કયા કોંગ્રેસી ધારાસભ્ય જયપુરમાં ગયા છે જાણીએ...

Mar 15, 2020, 01:35 PM IST
congress MLA brijesh Merja says, i will never left congress PT7M34S

હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું : બ્રિજેશ મેરજા

રાજ્યસભાની બેઠકની ચુંટણીને લઇને ગુજરાતમાં આવેલી ઉથલ પાથલની અસર મોટાપાયે જોવા મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિપક્ષના નેતાના બંગલે જવા રવાના થયા હતા. ત્યારે બ્રિજેશ મેરજાએ મીડિયા સામે કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું.

Mar 15, 2020, 01:30 PM IST
congress MLA send to jaipur due to rajyasabha election PT8M1S

કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરની જે હોટલમાં મોકલાયા, ત્યાં કેવો છે માહોલ...

રાજયસભાની ચૂંટણીને લઈ કોગ્રેસના ધારાસભ્યનો તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર મોકલાયા છે. ગઈકાલે સાંજે આ ધારાસભ્યો જયપુર પહોંચી ગયા હતા. ત્યારે વધુ ધારાસભ્યો જયપુર લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જુઓ હાલ જયપુર હોટલની બહાર કેવો છે માહોલ.....

Mar 15, 2020, 01:30 PM IST
karjan MLA akshay patel ready to join BJP PT6M32S

કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ખુલ્લેઆમ ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી

વડોદરાના કરજણથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી છે. અક્ષય પટેલ દિલ્લી પણ જઈ રહ્યા છે. જ્યાં તેણો અહમદ પટેલને પણ મળશે. તેમની સાથે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય પણ છે.ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અક્ષય પટેલે કહ્યું કે મારી શરતો જો ભાજપ માને તો હું પક્ષમાં જોડાવા તૈયાર છું. અક્ષય પટેલની માંગ છે કે કરણજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા સતીશ નિશાળિયા સામે પગલાં ભરવામાં આવે...

Mar 15, 2020, 01:20 PM IST
congress's bahucharaji MLA bharataji thakor phone switch off PT4M50S

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્કવિહોણા, ભરતજી ઠાકોરનો ફોન બંધ

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્કવિહોણા બન્યા છે. બહુચરાજીના કોંગ્રેસના MLAનો મોબાઈલ બંધ આવી રહ્યો છે. ભરતજી ઠાકોરનો મોબાઈલ સ્વીચ ઓફ બતાવી રહ્યો છે. મોબાઈલ બંધ આવતા ભરતજી સાથેનો સંપર્ક તૂટ્યો છે. આજે બપોરે ભરતજી કોંગ્રેસના અન્ય ધારાસભ્યો સાથે રાજસ્થાન પહોંચવાના હતા.

Mar 15, 2020, 01:15 PM IST