ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આખરે BTPના બે વોટ ન પડતા ભાજપના ઉમેદવારોની જીત નક્કી

આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાયું હતું. ત્યારે બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આખરે BTPના બે વોટ ન પડતા ભાજપના ઉમેદવારોની જીત નક્કી

ઝી મીડિયા/બ્યૂરો: આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાયું હતું. ત્યારે બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. આમાં, ભાજપ કે કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.

જો કે, ચાર વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચની મંજૂરી મળતા પાંચ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. રાત્રે આઠ નવ વાગ્યા સુધીમાં પરિણામ આવી જાય તેવી શક્યતા છે.

ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ હતી. છોટુભાઇ વસાવાએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ આદિવાસીએ પર થતા અત્યાચારની વાત કરી. કોગ્રેસ આદિવાસીઓ પર થતા અત્યાચાર મુદ્દે મદદ કરે. આદિવાસીઓ માટે કોંગ્રેસ કાયદો લાવે. જે રાજ્યમાં કોગ્રેસની સરકાર છે ત્યાં કોગ્રેસ માટે કાયદો લાવે તેવી બીટીપીની માંગ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. 

BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન શરૂ થયાના એક કલાક બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભાજપે નારાજ બીટીપીને મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. બીટીપીના મત પર ભાજપ અને કોંગ્રેસની હારજીત નક્કી છે. બંને પક્ષો માટે બીટીપીના મત જરૂરી છે. Btp ના બંન્ને નારાજ ધારાસભ્યોને મળવા ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર તેમના ઘરે પહોંચ્યા છે. બંધ બારણે તેઓને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, Btp એ મતદાન નહિ કરવાનો નિર્ણય લીધો છે. 

  • 12.26 કલાકે કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્રથમ 2 બસમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોએ શક્તિસિંહ ગોહિલને મત આપ્યા. ત્યાર પછીની 2 બસમાં આવેલા ધારાસભ્યો ભરતસિંહ સોલંકીને મત આપશે. 

  • 11.30 કલાકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચૂંટણી એજન્ટ અર્જુન મોઢવાડિયાએ કહ્યું, કોંગ્રેસના 33 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. બીટીપી સાથે કોંગ્રેસનું એરલાઇન્સ છે એટલે બંને મત તો કોંગ્રેસને મળશે અને પોતાના ઉમેદવાર જીતશે તે પ્રકારનો દાવો અર્જુન મોઢવાડિયાએ કર્યો. અત્યાર સુધી મતદાનની પ્રક્રિયામાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોઇપણ જાતનો વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હોવાનો દાવો પણ અર્જુન મોઢવાડિયાએ કર્યો
  • 11.22 કલાકે એનસીપી નેતા કાંધલ જાડેજાએ પક્ષની અવમાનના કરીને ભાજપને મત આપ્યો આપ્યો પણ મતદાન પ્રક્રિયાના કારણે પક્ષના વહીપ અનુસાર મત આપ્યાનું રટણ કર્યું. હકુભા સાથે મત આપવા આવેલા અને રવાના થયેલા કાંધલ જાડેજાએ વ્હીપ મુજબ મત આપ્યાનું મીડિયાને જણાવ્યું. 
  • રાઘવજી પટેલે પણ મતદાન કર્યું. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં રાજ્યસભાની ચૂંટણીમાં રાઘવજી પટેલનો મત રદ થતાં ચૂંટણીનું પરિણામ બદલાયું હતું. રાઘવજી પટેલે નિવેદન કરીને ભૂતકાળમાં પોતાનો મત ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. પોતે ભાજપમાં સંપૂર્ણ રીતે સુખી અને સંતોષી હોવાની વાત પણ તેઓએ મીડિયાને કરી.

  • કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે કહ્યું કે, બંને કોંગ્રેસના ઉમેદવાર જીતે છે, ભાજપ ખરાબ રાજકારણ કરીને ગાંધીજીના ગુજરાતને બદનામ કર્યું છે, ધારાસભ્યોને ડરાવી રહ્યા છે, પોલીસને આગળ કરે છે. કોંગ્રેસના ધારાસભ્યની જીત પાકી છે. મત લેવા ખરાબ રાજનીતિ, કુટ નીતિ કરી છે. એક ધારાસભ્ય તરીકે હું દુઃખી થયો છું. મુખ્યમંત્રીના દાવા પોકળા સાબિત થયા છે. શુંકામ કોંગ્રેસના ધારાસભ્ય ખરીદી રહ્યા છે, મોરારી બાપુ પર હુમલો કરનાર ભાજપનો કાર્યકર્તા છે. મુખ્યમંત્રી કોની તરફ છે મોરારી તરફ કે ભાજપના પૂર્વ સભ્યને બચાવવા તરફ.

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન કર્યું.
  • 10.10 કલાકે કોંગ્રેસના ધારાસભ્યોને લઈને બીજી બસ ઉમેદ હોટલથી ગાંધીનગર જવા રવાના થઈ
  • 10.04 કલાકે મંત્રી પરસોત્તમ સોલંકી વહીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા. પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી તેમનું પ્રોક્સી મતદાન કરશે.
  • 9.42 કલાકે ભાજપ અને કોંગ્રેસના મળીને 30 ધારાસભ્યોએ અત્યાર સુધી મતદાન કર્યું
  • ભાજપના ધારાસભ્યના મતથી રાજ્યસભાની ચૂંટણીનો પ્રારંભ
  • કોંગ્રેસના ધારાસભ્યોની પ્રથમ બસ વિધાનસભા પહોંચી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણી પહેલા કહ્યું કે, અમારા ત્રણેય ઉમેદવારો જીતશે. એક અને બે નંબરને લઈ હજુ કોંગ્રેસમાં જવાબ મળ્યો નથી. ધારાસભ્ય કેસરીસિંહનું ઓપરેશન કરવાનું હતું, મત આપવાની વ્યવસ્થા કરવાની હતી તે કરી છે. BTP અંગે અમને વિશ્વાસ છે, પેટી ખુલશે, અમારા ત્રણેય જીતશે.

  • વિધાનસભામાં મતદાન મથકે ધીરે ધીરે તમામ ધારાસભ્યો પહોંચી રહ્યાં છે. આવામાં ભાજપના વધુ એક ધારાસભ્ય નાદુરસ્ત હોવાથી વધુ એક પ્રોક્સી મતદાર મતદાન કરશે. ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હોસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુખાવાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. 
  • કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડીયાને ચૂંટણી એજન્ટની જવાબદારી સોંપાઈ છે. મત આપ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્યોએ તેઓને બેલેટ બતાવવાના રહેશે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમારી પાસે કોંગ્રેસના બંન્ને ઉમેદવારોની જીત માટેની ફોર્મ્યુલા છે. ભાજપના ધારાસભ્યો સંપર્કમાં હોવા મામલે હાલ કશું નહીં શકું. 

  • રાજ્યસભાની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત કેન્દ્રીય ચૂંટણીપંચ વેબ કાસ્ટિંગથી મોનિટરીંગ કરશે. ત્યારે મતદાન મથકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જેનાથી રાજ્યસભાની ચૂંટણીની તમામ પ્રક્રિયાનું વેબ કાસ્ટિંગ કરાશે. સાથે જ વોડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. 

    કોંગ્રેસ ધારાસભ્યોને મતદાન મથક ગાંધીનગર લઈ જવા તૈયારીઓ શરૂ કરી છે. બે લકઝરી બસ ઉમેદ હોટલ ખાતે પહોંચી છે. વહેલી સવારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હોટલના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા નજરે ચઢ્યા હતા. ગાંધીનગર જતા પહેલા હોટલમાં બેઠકનું આયોજન કરાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. એક સાથે જ નાસ્તો, જમવા માટે તમામ ધારાસભ્યો હોટલમાં નીચે આવે છે. કોંગ્રેસના નેતાઓની 15 થી 20 ફોજની નજર રાખી રહ્યાં છે. તમામ ધારાસભ્યોની કાર હોટલમાં આવી રહી છે. તમામ ધારાસભ્યોનું લગેજ તેમની કારમાં મૂકવામાં આવી રહ્યું છે.

    સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે 

    રાજ્યસભાની 4 બેઠક માટે મતદાનને પગલે વિધાનસભા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિધાનસભાના પાર્કિંગ એરિયામાંથી તમામ ધારાસભ્યો સહિત ઉમેદવારો પહોંચશે. પ્રવેશદ્વાર પર તમામ માટે ડિજિટલ થર્મલ સ્કેનર મુકવામાં આવ્યું છે. વિશેષ ડોકટરોની ટીમ પણ મુખ્યદ્વાર પર તૈનાત કરાઈ છે. 

    ભાજપના 2 ધારાસભ્યો માટે પ્રોક્સી મતદારો મતદાન કરશે. મંત્રી પરસોત્તમ સોલંકી અને શંભુજી ઠાકોર માટે પ્રોક્સી મતદાન બંને ધારાસભ્યોના પ્રોક્સી મતદાન માટે મંજૂરી લેવાઈ ચૂકી છે. 

    લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news