close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નાર્કોટિક્સ

દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ

કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

Jun 24, 2019, 12:25 PM IST

અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ

શહેરના રીવરફ્રન્ટ રોડ પરથી અમદાવાદ એસઓજી ટીમે બાતમીના આધારે જમાલપુર આંબેડકર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતા રીવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આ યુવક પાસેથી ગાંજો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. 
 

May 15, 2019, 11:05 PM IST

પોરંબદર ડ્રગ્સ કેસઃ દેશના યુવાધનને ડ્રગ્સને રવાડે ચડાવાનું પાકિસ્તાનનું નાપાક કૌભાંડ

પોરબંદરના દરિયામાંથી ATS દ્વારા ઝડપવામાં આવેલું રૂ.500 કરોડની કિંમતનું ડ્રગ મુંબઈ થઈને દિલ્હી મોકલવાનું હતું, મુખ્ય સુત્રધાર શખ્સે કર્યો મોટો ખુલાસો, પોરબંદરથી મુંબઈ અને દિલ્હી સુધી અનેક લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું અનુમાન 

Mar 28, 2019, 08:59 PM IST