liquor ban

સુરત : પ્લાસ્ટિકના થેલામાં દારૂની બોટલો છુપાવીને લઈ જતી 3 મહિલાઓ પકડાઈ

દારૂના વેચાણ અને હેરાફેરીમાં હવે મહિલાઓ પણ પાછળ નથી. સુરતની વરાછા પોલીસે આવી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે કે જે શરીરમાં દારૂ છુપાવીને દારૂની હેરાફેરી કરતી હતી. આ મહિલાઓ પાસેથી સુરત પોલીસે 517 દારૂની બોટલ પણ જપ્ત કરી છે. આ કિસ્સા પરથી જાણી શકાય કે, ગુજરાતમાં મહિલાઓ પણ બેફોખ રીતે દારૂ વેચતી રહી છે.

Dec 2, 2019, 03:27 PM IST

આ જિલ્લામાં લગ્નના માગા લઈને જતા પહેલા બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે

રાજસ્થાન (Rajasthan) રાજ્યમાં જનજાતિ અંચલ કહેવાતા બાંસવાડા (banswara) જિલ્લામાં આદિવાસી સમાજમાં અંદર એક એવુ અભિયાન ચાલી રહ્યું છે, જેને કારણે સમાજ આજે મુખ્ય ધારા પર આવી રહ્યો છે. આ અભિયાન (campaign) નું એક જ કામ છે કે, સમાજના લોકોને દારૂ (Liquor ban) અને માંસાહાર (vegeterian) નું કરતા રોકે. અહીં ઘરની બહાર લગાવેલ ધ્વજ ઈશારો આપે છે કે, તે શાકાહારી છે.

Nov 19, 2019, 09:49 AM IST

પંચમહાલ : દારુ સંતાડવા રીક્ષામાં કોઈ જગ્યા બાકી ન રાખી, રીક્ષામાં ઢગલાબંધ ચોરખાના મળ્યાં

ગુજરાત (Gujarat) માં દારૂબંધી (Liquor ban) હોવા છતાં ગુજરાતમાં ગમે તે રીતે દારૂ લાવવામાં આવે છે, વેચવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. પોલીસની રેડથી બચવા માટે બૂટલેગરો તથા ગુજરાતમાં દારૂ ઘૂસાડનારા અને વેચનારા એવા એવા પ્રયાસો કરે છે કે જાણીને ચોંકી જવાય. ત્યારે પંચમહાલમાં ફરી એક વખત ઓટો રીક્ષાનાં ચોર ખાનામાં સંતાડી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે. 

Oct 16, 2019, 08:34 AM IST

ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ

ગાંધીનગર (Gandhinagar) ની એક શાળામાં એક પરીક્ષામાં પૂછાયેલા ગાંધીજી (Gandhiji) ની આત્મહત્યા અને દારુબંધી (liquor ban) ના વિષયોને નિબંધને લઈને વિવાદ છંછેડાયો છે. સંવેદનશીલ એવા આ મુદ્દા પર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લખવાનુ કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ આ પ્રકારના પૂછાયેલા પ્રશ્નોથી સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. આવા પ્રકારના પ્રશ્નોથી બાળકોના માનસ પર કેવી અસર થાય છે તે સૌથી મોટો મુદ્દો છે.

Oct 13, 2019, 08:24 AM IST

સતત બીજા દિવસે બનાસકાંઠામાંથી દારૂનો જથ્થો પકડાયો, 29 લાખની વિદેશી દારૂ લઈ જવાતો હતો

ગુજરાત (Gujarat) સરકારની દારૂબંધી (Liquor Ban) ની ગુલબાંગો વચ્ચે આજે ફરીથી ગુજરાત-રાજસ્થાન બોર્ડર (Gujarat Rajasthan Border) પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ મળે છે તેવો જવાબ રાજસ્થાન સરકારે ગુજરાત સરકારને આપ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે રાજસ્થાન  (Rajasthan) ગુજરાત બોર્ડર (Border) પાસેથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગઈકાલે બોર્ડર પાસેથી 2 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો. ત્યારે આજે 29 લાખનો દારૂનો જથ્થો પકડાયો છે. ઉલ્લેખનીય છે કે, હવે રાજ્ય (Gujarat Police) ની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે.

Oct 11, 2019, 10:52 AM IST

દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો

ગુજરાત (Gujarat) માં હાલ દારૂબંધી (Liquor Ban) છે કે નહિ તે પ્રશ્ન હવે નેશનલ મુદ્દો બની ગયો છે. દારૂબંધી મુદ્દે રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત વચ્ચે વાકયુદ્ધ ખેલાયું હતું. જેમાં રાજસ્થાન સરકારે ગુજરાતમાં દારૂ મળે છે તેવી વાત કરી હતી. ત્યારે હવે રાજ્ય (Gujarat Police) ની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે. આ વચ્ચે જ ગુજરાતમાં બે સ્થળોથી મોટી સંખ્યામાં દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં 2 લાખનો દારૂ, તો ગાંધીધામના ભચાઉમાંથી 5.76 લાખનો દારૂ પકડાયો છે.

Oct 10, 2019, 10:32 AM IST

સુરત : બે બૂટલેગરોની લડાઈમાં વિદ્યાર્થીનો ભોગ લેવાયો, ફાયરિંગમાં એક ગોળી રસ્તે ચાલતા યુવકને વાગી

સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે મૂળ ઓડીસાના બે બુટલેગરો વચ્ચે જૂની અદાવતને લઈ બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી ત્રણ તમંચાથી બીજા બુટલેગર ઉપર ફાયરિંગ (Firing) કર્યાની ચકચારી ઘટના બની હતી. અંદાજે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરના શરીર પર ત્રણ જેટલી ગોળી વાગી હતી. જોકે આ ગેંગવોરમાં ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક સ્થાનિક હળપતિ યુવાનને છાતીના ભાગે ગોળી વાગતા એ નિર્દોષ યુવાનનું મોત નિપજ્યું છે. જેને પગલે સ્થાનિક પોલીસ (Surat Police) સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

Oct 10, 2019, 09:04 AM IST

ગુજરાતમાં દારૂબંધી : છોટાઉદેપુરના ડ્રાઈવર-કંડક્ટરે નશામાં બેફામ થઈને કરી નાંખી મોટી ભૂલ

હાલ રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat) વચ્ચે દારૂબંધી (Liquor ban) નો મુદ્દો ચર્ચાના ચકડોળે છે. દારૂબંધીના મુદ્દે બંને રાજ્યો સામસામે આવી ગયા છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ (Politics) છોડી દઈશ, અને જો દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ત્યારે આવા આરોપ અને પડકાર વચ્ચે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ સરકારી કર્મચારીઓનો દારૂ પીધેલી હાલતનો વીડિયો (video) સામે આવ્યો છે. ST બસનો ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. 

Oct 9, 2019, 11:02 AM IST

નડિયાદ : નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિએ આયોજિત કરેલી રેવ પાર્ટી પર પોલીસના દરોડા, 15 નબીરા ઝડપાયા

ખેડાની નડિયાદ પોલીસે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી કરતા નબીરાઓને ઝડપી પાડ્યા છે. નડિયાદ પાસેના દાવલીયા પુરા ગામે કેટલાક યુવકો અને યુવતીઓ રેવ પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જે બાતમી આધારે પોલીસે રેડ કરતા નડિયાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલના પતિ કલ્પેશ ઉર્ફે પીન્ટુ ભાઇ પટેલ સહિત 8 યુવકો અને 7 યુવતીઓ આ રેવ પાર્ટીમાં ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી બિયરની બોટલો, ખાલી વિદેશી શરાબની બોટલો, વાહનો મળી કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Sep 23, 2019, 08:11 AM IST

રાજકોટ : રહીશોએ દારૂના અડ્ડા પર રેડ પાડી, દારૂ વેચનારા સામાન છોડીને ભાગી ગયા

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ કાયદાનુ પાલન થતુ નથી. ગુજરાતમાં અનેક જગ્યાઓએ દારૂની હાટડીઓ ધમધમે છે. આવી હાટડીઓથી સ્થાનિક લોકો પરેશાન છે. તેથી જ ક્યારેક જનતા કાયદો પોતાના હાથમાં લેવા મજબૂર બને છે. રાજકોટવાસીઓ પણ દારૂબંધીનો કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. રોષમાં આવેલા રાજકોટવાસીઓએ દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સોસાયટીના રહીશોએ દારૂનું વેચાણ કરતા અડ્ડા પર જનતા રેડ પાડીને તમામ સામાન વિખેરી નાંખ્યો હતો.

Sep 22, 2019, 04:05 PM IST

વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપાઈ છે. જરોદ પાસેના જયદીપ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડતા 35 જેટલા નબીરા પકડાયા છે. વાઘોડિયા પોલીસે બાતમીને આધારે મહેફિલમાં રંગમા ભંગ પાડ્યો હતો. જેમાં 7 ફોર વ્હીલર, 4 મોટર સાઈકલ મળી કુલ 25. 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાઘોડિયા પોલીસે રેડ પાડીને મહેફિલ શા માટે અને કોને રાખી હતી તે દિશામા તપાસ શરૂ કરી હતી. જેમાં માલૂમ પડ્યું કે, જયદીપ ફાર્મહાઉસ રજનીકાંત જયસ્વાલ નામના શખ્સનું છે. 

Sep 22, 2019, 01:21 PM IST

સુરતમાં ધર્મના નામે ધતિંગ: ગણપતિની મૂર્તિ સામે દારૂની મહેફીલ

સુરતના ગણેશ ઉત્સવમાં દારૂની રેલમછેલ થતો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગણેશજીની મૂર્તિની સામે જ યુવા લોકો ખુલ્લેઆમ દારૂ-બિયરની મજા માણી રહ્યાં છે. એક તરફ કાયદાની મજાક તો બીજી તરફ ધાર્મિક ભાવના દુભવતો આ વીડિયો છે. જેમાં ભક્તિના નામે ધતિંગ ચાલી રહ્યાં છે. જે અંગે પોલીસે સાત લોકોની અટકાયત કરી છે.

Sep 3, 2019, 02:32 PM IST

પંજાબ બાદ ગુજરાત ડ્રગ્સ માફિયાના અજગરી ભરડામાં ફસાયું, જુઓ ઝી 24 કલાકનો Exclusive Report

ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે. 

Jul 11, 2019, 10:13 AM IST

અમદાવાદ : રાજપથ ક્લબ પાછળ 8 યુવકો નશાની હાલતમાં ઝડપાયા

અમદાવાદમાં રાજપથ ક્લબ પાછળ આવેલા બેંકવેટ હોલમાં રેડ પાડી હતી. જેમાં 8 યુવકો નશાની હાલતમાં પકડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હેડઓક સ્ટેટ બેંકવેટમાં વસ્ત્રાપુર પોલીસે રેડ પાડી હતી. જેમાં 8 નબીરા દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસે ગુનો નોંધી તમામ 8 યુવકોની ધરપકડ કરી છે. તેમજ તેઓના મેડિકલ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. આ તમામ યુવકો અમદાવાદના રહેવાસી છે. 

Jun 28, 2019, 11:58 AM IST

દમણમાં દારૂ પીવાના નિયમોમાં આવ્યા મોટા ચેન્જિસ, ધ્યાન રાખજો નહિ તો પકડાશો

બેસ્ટ ફરવા જવાનું સ્થળ અને વારંવાર ફરવા જવાનું મન થાય તેવા સ્થળોના લિસ્ટમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણનું નામ આવે છે. મોટાભાગના ગુજરાતીઓ વિકેન્ડ દમણમાં પસાર કરવાનુ પસંદ કરે છે. ત્યારે આ ફેમસ પિકનિક સ્પોટ દમણમાં જાહેરમાં દારૂના સેવન પર પ્રતિબંધ ફરમાવાયો છે. 

Jun 27, 2019, 02:34 PM IST

દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ

કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

Jun 24, 2019, 12:25 PM IST

સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ

સુરતના પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પર્વતપાટિયા પાસેથી પસાર થનાર કન્ટેનરમાં લાખ્ખો રૂપિયાનો દારુ લઇ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડયું હતું. પોલીસે કન્ટેનરમાંથી 35 લાખનો દારૂ પકડી પાડ્યો હતો.

Jun 19, 2019, 02:37 PM IST

રાજસ્થાન પરિવહનની બસમાંથી ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ પકડાયો

કોણ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં માંગો ત્યાં અને માંગો ત્યારે દારૂ મળે છે. લોકો ખુલ્લેઆમ દારૂ પીએ છે, અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જેના પુરાવા પણ અનેકવાર મળતા હોય છે. ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક દારૂ પકડાતો હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસાડતા ખાનગી વાહનો તો અનેકવાર પકડાય છે, પણ આજે સરકારી બસમાંથી દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં રાજસ્થાન પરિવહનની બસમાંથી વિદેશી દારૂ પકડાયો છે. 

Jun 2, 2019, 01:14 PM IST

મહેસાણા : સરકારના નાક નીચે ગુજરાતમાં બનતા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ

ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 

May 16, 2019, 11:28 AM IST

અમદાવાદ : વૈભવી બંગલાની અગાશી પર દારૂ પીતા નબીરા પકડાયા, 3 યુવતીઓ પણ...

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં દારુની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયા છે. જેમાં યુવતીઓ પણ દારૂ પીતી પકડાઈ છે. 3 યુવતીઓ સહિત 10 લોકોની પોલીસે દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. 

Apr 14, 2019, 11:44 AM IST