નિર્ભયા ગેંગરેપ કેસ

ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, મુકેશનો નવો પેંતરો જાણીને ચક્કર ખાઈ જશો

નિર્ભયાના દોષિત મુકેશે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા કહ્યું કે વારદાત વખતે તે દિલ્હીમાં હાજર જ નહતો. આ બધા વચ્ચે તિહાડ જેલમાં 20 માર્ચે નિર્ભયના દોષિતોને લટકાવવાની તૈયારીઓ ચોથીવાર જોરશોરથી થઈ રહી છે.

Mar 18, 2020, 01:43 PM IST

નિર્ભયાના દોષિતોને 20મી માર્ચે થશે ફાંસી, પટિયાલા હાઉસ કોર્ટે ઈશ્યું કર્યું ડેથ વોરન્ટ

અનેક ઉથલપાથલ બાદ હવે નિર્ભયાના દોષિતો માટે ફાઈનલ ડેથ વોરન્ટ બહાર પડી ગયું છે. જે મુજબ ચારેય દોષિતોને 20મી માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ ઈશ્યું કર્યું છે. અત્રે જણાવવાનું કે દોષિતો પાસે બચવાના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે. 

Mar 5, 2020, 02:43 PM IST

નિર્ભયાના દોષિતોના કોઈ પેંતરા હવે નહીં ચાલે, આજે નક્કી થઈ જશે ફાંસીની તારીખ અને સમય

નિર્ભયાના દોષિતોના મોતની તારીખ અને સમય આજે નક્કી થઈ જશે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ બહાર પાડવાની તિહાડ જેલની અરજી પર દોષિતોને નોટિસ પાઠવી છે. આ મામલે કોર્ટ આજે બપોરે 2 વાગે સુનાવણી હાથ ધરશે. હવે જે ડેથ વોટન્ટ બહાર પડશે તે અંતિમ હશે. 

Mar 5, 2020, 06:55 AM IST

નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ

નિર્ભયા કેસમાં ચારેય દોષિતોની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા હવે દોષિતોની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. 

Mar 4, 2020, 02:56 PM IST

ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, પવને રાષ્ટ્રપતિ પાસે મોકલી દયા અરજી

નિર્ભયા કેસમાં દોષિત પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી છે. પવને આ અરજી આજે બપોરે 12 વાગે મોકલી. અત્રે જણાવવાનું કે આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી થવાની છે.

Mar 2, 2020, 02:19 PM IST

નિર્ભયા કેસ: ફાંસીથી બચવા હવે વળી પાછું દોષિતનું નવું તિકડમ, દીવાલ સાથે માથું અથડાવ્યું

નિર્ભયા ગેંગરેપ કેસ અને હત્યા મામલે એક દોષિત વિનય શર્માએ તિહાડ જેલમાં પોતાને ઈજા પહોંચાડી. વિનયે જેલની દીવાલ સાથે પોતાનું માથું અફળાવ્યું અને ઘાયલ થયો. જેલ અધિકારીઓના જણાવ્યાં મુજબ વિનયે 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. તેને મામૂલી ઈજા થઈ છે. અત્રે જણાવવાનું કે નવા ડેથ વોરન્ટ મુજબ હવે આ ચારેય દોષિતોને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે.

Feb 20, 2020, 10:04 AM IST

નિર્ભયા કેસ: ફાંસીથી બચવા માટે દોષિત વિનય શર્માનો નવો પેંતરો, 'મગજ ઠેકાણે નથી'

નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજાથી બચવા માટે નીતનવા ગતકડાં અપનાવી રહ્યાં છે. દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે જ માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ આપીને ફાંસીની સજામાંથી માફી મળે તેવી માગણી કરી છે.

Feb 13, 2020, 05:14 PM IST

દોષીતોની ફાંસી ટળવાથી નારાજ નિર્ભયાના માતા, પટિયાલા હાઉસ કોર્ટ પર કરી નારેબાજી

બુધવારે નિર્ભયાના માતા-પિતા અને યોગિતા ભયાનાએ પટિયાલા હાઉસ કોર્ટની બહાર 'નિર્ભયાના હત્યારાને ફાંસી આપો... ફાંસી આપો', નિર્ભયાના ન્યાય આપો... ન્યાય આપો, 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા.

Feb 12, 2020, 05:30 PM IST

Nirbhaya Case: નિર્ભયાના દોષિત મુકેશનો ફાંસીથી બચવાનો 'આખરી દાવ' એળે ગયો, સુપ્રીમે અરજી ફગાવી

મુકેશે પોતાની દયા અરજી ફગાવ્યાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી  કરી હતી. મંગળવારે મુકેશની વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સામે કોઈ દસ્તાવેજો રજુ કરાયા નહતાં. આથી દયા અરજી ફગાવ્યાં સામે સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ. 

Jan 29, 2020, 10:53 AM IST

સ્મૃતિનો કેજરીવાલ સરકાર પર પ્રહાર, 'નિર્ભયાના સગીર દોષિતને 10,000 રૂપિયા કેમ આપ્યાં?'

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ આજે નિર્ભયા કેસ (Nirbhaya gangrape case) ના એક દોષિત મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે જે પ્રકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ મહોદયને ઝડપથી દયા અરજી નિકાલ લાવવા માટે મોકલી અને તેના પર રાષ્ટ્રપતિ મહોદયે વાર લગાડ્યા વગર તેને ફગાવવાનો નિર્ણય લીધો તેનાથી દેશની મહિલાઓમાં ન્યાય પ્રત્યે એક નવી આશા જાગી છે. તેમણે  કહ્યું કે નિર્ભયાને જે ન્યાય મળી રહ્યો છે તેમાં તેની માતા આશાદેવીના સંઘર્ષની મોટી ભૂમિકા છે અને અમે તેમના જુસ્સાને સલામ કરીએ છીએ. 

Jan 17, 2020, 08:07 PM IST
Nirbhaya Convicts Hanged On February 1, Patiala House Court Announces Death Warrant PT9M21S

પટીયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, નિર્ભયાના દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસી

નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દય અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી.

Jan 17, 2020, 07:25 PM IST

નિર્ભયાના દોષિતોનું નવું ડેથ વોરન્ટ, 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસીના માચડે ચડાવવામાં આવશે

નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.

Jan 17, 2020, 05:19 PM IST
Nirbhaya Case: President Rejected Mercy Petition Of Mukesh PT3M13S

નિર્ભયા કેસ: આરોપી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

નિર્ભયા કેસ (Nirbhaya Gangrape Case) માં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહ (Mukesh Singh) ની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ (President) ને મોકલી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ સ્પષ્ટ કરી દેવાયું હતું કે રાષ્ટ્રપતિ દયા અરજી પર નિર્ણય લેવામાં વાર લગાડશે નહીં. અત્રે જણાવવાનું કે ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ ગૃહ મંત્રાલયને મોકલી હતી.

Jan 17, 2020, 02:50 PM IST

દોષિતોને ફાંસીમાં થતા વિલંબથી નિર્ભયાના માતા રડી પડ્યાં, PM મોદીને કરી આ અપીલ 

નિર્ભયા (Nirbhaya Case) ના માતાએ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે.

Jan 17, 2020, 02:05 PM IST

BREAKING NEWS: રાષ્ટ્રપતિએ નિર્ભયાના દોષિત મુકેશની દયા અરજી ફગાવી

નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી.

Jan 17, 2020, 12:28 PM IST

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય, ખાસ જાણો કારણ

દિલ્હી (Delhi) ની પટિયાલા હાઉસ કોર્ટની સેશન કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ સ્પષ્ટ થયું કે નિર્ભયા (Nirbhaya Case) ના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય કારણકે એક દોષિત મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે અને ફાંસીને ટાળવા માટે તિહાડ જેલ પ્રસાશનએ દિલ્હી સરકારને ચિઠ્ઠી પણ લખી છે.

Jan 16, 2020, 06:25 PM IST

નિર્ભયા કેસ: દોષિત મુકેશની દયા અરજી ગૃહ મંત્રાલય પાસે પહોંચી

નિર્ભયા (Nirbhaya Case) ના એક દોષિત મુકેશ (Mukesh) ની દયા અરજી ગુરુવારે ગૃહ મંત્રાલય (MHA) પાસે પહોંચી છે. ગૃહ મંત્રાલય આ અરજી પર જલદી નિર્ણય લઈને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે.

Jan 16, 2020, 04:46 PM IST

nirbhaya case: ફાંસીની વિરુદ્ધ વધુ એક ગુનેગાર પહોંચ્યો SC, દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય આરોપી વિરુદ્ધ ડેથ વોરંટ જારી કર્યું હતું. હવે તેમાંથી બે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી છે. 
 

Jan 9, 2020, 10:47 PM IST

નિર્ભયા કેસ: ડેથ વોરન્ટ જાહેર થયા બાદ દાખલ થઈ પહેલી ક્યુરેટિવ પિટિશન, જાણો તેનો અર્થ

ચારેય આરોપીઓનું ડેથ વોરન્ટ બહાર પડ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં આ પહેલી ક્યુરેટિવ પિટિશન દાખલ થઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીના રોજ ચારેય આરોપીઓ વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જે મુજબ તેમને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસીના માચડે લટકાવવાના છે. 

Jan 9, 2020, 12:20 PM IST
 Top 25 News PT25M25S

જુઓ આજના 25 મહત્વના સમાચાર

બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.

Jan 7, 2020, 11:25 PM IST