પોલીસ કર્મી

Viral Video Of Rajula Policeman Demanded Installment To Bootlegger PT3M21S

રાજુલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ, બુટલેગર પાસે માગ્યો હપ્તો, જુઓ Video...

અમરેલીના રાજુલામાં પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. બુટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની ડંફાસ મારતો વિડીયો સામે આવ્યો છે. બુટલેગરને હપ્તો આપવાની પોલીસ કર્મી વાત કરી રહ્યો છે. અભદ્ર ભાષામાં બુટલેગરને ગાળો પોલીસ કર્મી આપતો જોવા મળી રહ્યો છે. અમરેલી એસ.પી. નિરલિપ્ત રાયે પ્રેસ એલ.સી.બી.ગ્રુપમાં વિડિયો શેર કર્યો હતો. હરપાલસિંહ જાડેજા બકલ નં-782 સાથે એસ.પી.એ વિડીયો ગ્રુપમાં મુક્યો હતો. અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયામાં વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. અમરેલી એસ.પી.એ હિન્દીમાં લખાણ સાથે વિડીયો અંગે ગ્રુપમાં પુષ્ટિ કરીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીની વાત કરી હતી.

Dec 19, 2019, 02:25 PM IST
Policeman Posting Closer To Home In Mehsana PT2M23S

મહેસાણા પોલીસ વડાની અનોખી પહેલ, રવિવાર માટે કરાયું ખાસ આયોજન

મેહસાણા જીલ્લા પોલીસ વડા દવારા પોલીસ કર્મીઓ ના તનાવ ને દુર કરવા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે જેમાં પોલીસ કર્મીને પોતાના ઘર નજીક પોસ્ટીંગ અને દર રવિવારે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે તે માટે સ્પેશિયલ પરિવાર સાથે પોલીસ કર્મી મુવી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકાર ની પહેલ સમગ્ર રાજ્ય માં પ્રથમ મેહસાણા માં શરુ થવા ગઈ છે અને આ પહેલ ને પોલીસ બેડા ના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસ કર્મીઓ આવકારી રહ્યા છે.

Dec 2, 2019, 12:50 PM IST
All Policeman's Leave Was Cancelled Until 31 October PT26S

31 ઓક્ટોબર સુધી તમામ પોલીસ કર્મચારીની રજા પર મૂકાયો પ્રતિબંધ

31 ઓક્ટોબર સરદાર પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવણી થશે. ત્યારે ઉજવણીને પગલે તમામ પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા માટે તમામ અધિકારી અને કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકાતા 31 ઓક્ટોબર સુધી રજા મળશે નહી. ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગો સિવાય કોઇને રજા ન આપવા આદેશ કરાયા છે.

Oct 15, 2019, 09:00 AM IST

ઉના: દલિત યુવકને બે પોલીસ કર્મીઓએ માર માર્યાનો વીડિયો થયો વાયરલ

ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને લઇ ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

Jul 18, 2019, 03:08 PM IST

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા બે દોડવીર યુરોપિયન માસ્ટર ગેમ્સ માટે જશે ઇટલી

ગુજરાત રાજ્ય પોલીસેને ગૌરવ અપાવે તેવા બે જાબાજ અને એથ્લેટ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ પાસે છે. જે 24 જુલાઈનાં રોજ યુરોપિયન માસ્ટર ગેમ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇટાલી જશે. અમદાવાદ પોલીસ સ્ટેડીયમમાં દોડ લગાવીને સખત મહેનત કરનારા ગુજરાત પોલીસના બે પોલીસ કર્મી ઇટાલીમાં માસ્ટર ગેમ્સ રમશે.  

Jul 16, 2019, 09:29 PM IST

ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન બન્યું હતું. ABVP અને NSUIના કાર્યકરો સામસામે આવી જતા શિક્ષણધામને શરમાવે તેવી ઘટના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ઓફિસની બહાર સર્જાયા હતા. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી તો એવી થઈ કે ત્યાં હાજર પોલીસકર્મી અમે સિક્યુરિટી કર્મચારીઓએ છોડાવવાની નોબત આવી પડી હતી. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી મારમારીમાં તોડફોડ પણ થઈ તો નુકસાન થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 

Jul 9, 2019, 08:52 PM IST

અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી  આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી. 
 

May 13, 2019, 11:49 PM IST

લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાનું કૌભાંડ, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દોફાશ કરવા બદલે રૂપિયા 31 લાખનો વહીવટ કરનાર પીઆઇ એન.ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

Apr 6, 2019, 03:18 PM IST

ગુજરાતનો આ પોલીસકર્મી બન્યો ચર્ચાનું કેન્દ્ર, તેમનું ભણતર જાણીને નહીં થાય વિશ્વાસ

કવિ હૃદય ધરાવતા કોન્સ્ટેબલ નરેશ સોલાકીની વિશેષતા એ છે કે તે કોન્સ્ટેબલ હોવા છતાં તેમના નામની આગળ ડોકટર લાગે છે.

Nov 25, 2018, 03:10 PM IST