બીટીપી

AIMIM સાથે હાથ મિલાવનાર છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ ન મળ્યું

  • સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, ભાજપ અને કોંગ્રેસથી નારાજ વ્યક્તિઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે
  • છોટુ વસાવાએ જણાવ્યું , સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું

Jan 2, 2021, 02:38 PM IST

Breaking : ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે

ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) અને છોટુ વસાવા (chhotu vasava) ની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે. 

Dec 26, 2020, 03:31 PM IST

BTP ના ધારાસભ્ય પિતા-પુત્રએ રાષ્ટ્રપતિને પત્ર લખી જીવનું જોખમ હોવાનું જણાવ્યું

હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યોએ આદિવાસીઓના અન્યાય મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપના 3 અને કોંગ્રેસનો 1 રાજ્યસભા ઉમેદવાર જીત્યો હતો. જો કે બીટીપીએ મતદાન નહી કરીને આડકતરી રીતે ભાજપને જ ફાયદો પહોંચાડ્યો હતો. જો કે હવે ચૂંટણી પુરી થઇ ગયા બાદ બીટીપીના ધારાભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાનાં જીવના જોખમ હોવાનું જણાવીને દહેશત વ્યક્ત કરીને રાષ્ટ્રપતિને સુરક્ષાની દહેશત વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિ પાસે સુરક્ષાની માંગ પણ કરી છે. 

Jun 25, 2020, 07:40 PM IST

રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?

રાજ્યસભાની ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો. ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. કહી શકાય કે, ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું. ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ અને બીટીપીનું સમર્થન તૂટી શકે છે. તો સાથે જ વોટિંગ ન કરીને બીટીપીએ રૂપાણી સરકારને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, જેથી નવા સમીકરણો પણ રચાઈ શકે છે. 

Jun 20, 2020, 09:16 AM IST

ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર

કોંગ્રસ અને ભાજપના તમામ ધારાસભ્યોનું રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવશે. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ છે. ત્યારે રાજ્યસભાના આ ચૂંટણી જંગમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારની જીત લગભગ નિશ્વિત છે. બીટીપીના બંને મત ભરતસિંહ સોલંકીને મળે તો પણ કોંગ્રેસ જીતની નજીક નથી. હાલની સ્થિતિએ ભાજપના સભ્યોના મત રદ કે ખોટા થાય તો જ ભરતસિંહ સોલંકી  જીતી શકે છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે જરૂરિયાત પૂરતા મત મળી ચૂક્યા છે. તો ભરતસિંહ સોલંકી (bhratsinh solanki) હજી પણ એક મત પાછળ છે. આમ, ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ પોતાના બીજા ઉમેદવારને નહિ જીતાડી શકે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની જીતવાની સંભાવના નહિવત છે. 

Jun 19, 2020, 03:25 PM IST

નારાજ બીટીપી માટે CM રૂપાણીનો દાવો, છોટુભાઈ અને મહેશ વસાવા અવશ્ય મતદાન કરવા આવશે

રાજ્યસભાની ચૂંટણી માટે બપોરે દોઢ વાગ્યા સુધી 70 ટકા જેટલું વોટિંગ થઈ ગયુ છે. આવામાં ભાજપના તમામ ધારાસભ્યોએ મતદાન કરી લીધું હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કરીને મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેઓએ કહ્યું કે, ભાજપના તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું છે. ભાજપના ત્રણે ઉમેદવાર વિજયી બનશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સફળ કામગીરી કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા અમારા ત્રણેય ઉમેદવાર સાથ સહકાર આપશે. 

Jun 19, 2020, 01:31 PM IST

હુકમનો એક્કો બનેલ BTP ને વોટિંગ કરવા મનાવવા ભાજપ બાદ કોંગ્રેસના મરણિયા પ્રયાસો શરૂ

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો નનૈયો કરતા બીટીપીને મનાવવાના પ્રયાસો બંને પાર્ટીએ શરૂ કરી દીધા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પક્ષ બીટીપીને મતદાન કરવા આવવા મનાવી રહ્યું છે. કોંગ્રેસના નેતા સિદ્ઘાર્થ પટેલ અને ઇન્દ્રવિજયસિંહ છોટુ વસાવાને મનાવવા નીકળ્યા છે. અહેમદ પટેલ સાથે વાત થઈ હોવા છતાં છોટુ વસાવા મતદાન કરવા ન આવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા તઓને મનાવવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. તો બીજી તરફ, ભાજપના ભરતસિંહ પરમાર પણ છોટુ વસાવાને મનાવવા જઈ આવ્યા છે.

Jun 19, 2020, 12:28 PM IST

BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) માં જ્યાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બે મહિના પહેલા પણ બીટીપી કયા પક્ષે વોટિંગ કરશે તે મુદ્દો ચર્ચાયો હતો. બંને પક્ષ બીટીપીને પોતાના તરફ વોટિંગ કરાવવા માટે ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP ના છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેઓએ કેટલીક સ્પષ્ટતા કરી છે.

Jun 10, 2020, 01:24 PM IST

છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, ‘લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરે..’

કોરોના (corona virus) ની દહેશત વચ્ચે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનમાં પોતાની સલામતી જોખમમાં મૂકીને બહાર નીકળતા લોકોને સરકાર અને પોલીસ સતત સૂચનાઓ આપી રહી છે. તેમ છતા લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં. જાહેરનામાનો ભંગ કરનારા અનેક દંડાય છે તેમ છતાં લોકો બેરોકટોક બહાર નીકળે છે. કોરોનાની કહેર વચ્ચે બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા (chotu vasava) નું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનો ઓર્ડર કરે.

Mar 25, 2020, 02:56 PM IST
Rajyasabha Election btp mla left sadan PT5M57S

ગાંધીનગર: રાજ્યસભાના રાજકારણમાં ફરીથી આવ્યો ગરમાવો

રાજ્યસભાના રાજકારણમાં ફરી આવ્યો ગરમાવો. BTPના MLA મહેશ વસાવા કોંગ્રેસના નેતાઓની વિધાનસભામાં ચાલી રહેલી બેઠક છોડીને રવાના થઈ ગયા હતાં. મહેશ વસાવા બાદ કોંગ્રેસના નેતાઓ પણ રવાના થયા હતાં. આ બાજુ સીએમ રૂપાણી પણ પ્રશ્નોત્તર કાળ છોડીને ગૃહમાંથી રવાના થયા હતાં.

Mar 19, 2020, 03:20 PM IST

વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી

ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર દરમિયાન આજે મોટી હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ પ્રશ્નોત્તરી અવર્સ છોડીને વિધાનસભાની બહાર રવાના થયા હતા. મુખ્યમંત્રી બાદ બીટીપી (BTP) ના ધારાસભ્ય મહેશ વસાવા પણ ગૃહમાંથી રવાના થતા રાજકીય દોડધામ તેજ બની હતી. તો બીજી તરફ, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીમાંથી વિધાનસભા છોડીને બહાર નીકળ્યા હતા. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. આમ, મહેશ વસાવા રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) માં કોના તરફી મત આપશે તે વિવાદ ઘેરાતો જાય છે. 

Mar 19, 2020, 02:02 PM IST

નર્મદા નહેરની મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જાય તે પહેલા જ 1000 જેટલા BTP કાર્યકર્તાઓની અટકાયત

અટકાયત કરાયેલા કેટલાકને રાજપીપળા પાસે આવેલા જીતનગર પોલીસ ક્વાર્ટરમાં તથા કેટલાકને કેવડિયા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. આ અંગે ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું કે, લગભગ 500થી હજાર જેટલા આંદોલનકારીઓ કે જેઓ નર્મદા નહેરની જે મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જતા હતા તે માટે તેઓની અટકાયત કરી છે.

May 13, 2019, 04:27 PM IST

ભરૂચમાં ત્રિપાંખીયો જંગ - BTPના છોટુ વસાવા નિર્ણાયક બનશે કે નડશે?

ભરૂચ લોકસભા બેઠક પર 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે ખરી જંગ છે. ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ભરૂચમાં ત્રિ-પાંખીયો જંગ થવાનો છે.

Apr 10, 2019, 11:04 AM IST
Chhotaudaipur BTP Leader Got Detained PT2M25S

છોટાઉદેપુર બીટીપી નેતાની પાસા હેઠળ અટકાયત કરાતા કાર્યકર્તાઓમાં રોષ

છોટાઉદેપુર બીટીપી ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ અટકાયત કરાતા કાર્યકર્તાઓમાં રોષ...સોગંદનામું કરવા ગયા હતા નરેન્દ્ર રાઠવા

Mar 29, 2019, 08:30 PM IST