બોરિસ જ્હોન્સન News

બ્રિટન: વડાપ્રધાને પોતાના બાળકનું નામ જીવ બચાવનારા ડોક્ટર્સના નામ પરથી રાખ્યું
May 3,2020, 17:05 PM IST
બોરિસ જ્હોન્સનની જીતથી બ્રિટિશ મુસ્લિમો ખુબ ડરેલા છે
બ્રિટન (Britain) માં બોરિસ જ્હોન્સન ( Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીની જબરદસ્ત જીત બાદ બ્રિટિશ મુસ્લિમો (British Muslims) એ પોતાની અંગત સુરક્ષાને લઈને ડર વચ્ચે બ્રિટન છોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જ્હોન્સન પર ઈસ્લામોફોબિયાનો આરોપ લાગતો રહ્યો છે અને તેઓ આગામી પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેશે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી. 'મેટ્રો ડોટ કોમ યુકે'એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે મુસ્લિમ બરાકા ફૂડ એન્ડ ચેરિટીના પ્રમુખ મંઝૂર અલી, જે માન્ચેસ્ટરમાં ગરીબ લોકો માટે ફૂડ પાર્સલ ઉપલબ્ધ કરાવે છે તે એવા લોકોમાંથી એક છે જેમનું કહેવું છે કે પોતાના બાળકોના ભવિષ્યને લઈને તેઓ આશંકામાં છે. 
Dec 17,2019, 10:54 AM IST
બ્રિટન ચૂંટણી: લેબર પાર્ટીના જેરેમી કોર્બિને ઉઠાવ્યો હતો કાશ્મીર મુદ્દો
દુનિયામાં હાલ તો ભારતની બોલબાલા થઈ રહી છે. કારણ કે બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં જીતનારા બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો અને તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. વડાપ્ધાન બોરિસ જ્હોન્સનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે. 
Dec 13,2019, 22:58 PM IST
બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત
Dec 13,2019, 18:27 PM IST

Trending news