Ambalal Patel: રાજ્યમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. એક સાથે 4 સિસ્ટમ સક્રિયા થતાં વરસાદ પડશે. 13 અને 14 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમા લો પ્રેશર બનશે. જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં દેખાઈ શકે. 17, 18 અને 19 ઓગસ્ટે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ આજથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં આજે ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજીતરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર જોરદાર બેટિંગ કરવા તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી 8 અને 9 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે બીજીતરફ અંબાલાલ પટેલે પણ આગામી 72 કલાક માટે વરસાદી ઝાપટાં પડવાની અને વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે ચાલો જાણીએ શું છે નવી આગાહી.
Gujarat Rain Forecast: ગુજરાતમાં ઓગસ્ટની શરૂઆતથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ જળ તરબોળ થયા છે. હજુ પણ આવી જ સ્થિતિ રહી શકે છે. કારણ કે એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે ચાલો જાણીએ શું કરી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે નવી આગાહી અને ગુજરાતના ક્યા જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી?
Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક જિલ્લામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 24 કલાક વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ શું છે નવી આગાહી?
School Holiday: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી છે. સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સહિત 16જિલ્લામાં શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર રોદ્ર રૂપ ધારણ કરવા જઈ રહ્યા છે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં જળતાંડવ મચાવે તેવો ભયાનક વરસાદ તૂટી પડવાની ડરામણી આગાહી કરી છે. 30 જુલાઈથી શરૂ થનારો મેઘરાજાનો આ નવો રાઉન્ડ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા સુધી સતત કાળ બનીને વરસશે. ક્યાંક 8 થી 10 ઈંચ, તો ક્યાંક 20 ઈંચ સુધી ખાબકનારા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આખરે ક્યારે અને ક્યાં-ક્યાં ત્રાટકશે આ આકાશી આફત? ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
Gujarat Monsoon 2026: રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર. અમદાવાદમાં આર્મીની ટિમો ઉતારાશે. અમદાવાદમાં પાણી નિકાલ માટે આર્મીની મદદ લેવાશે. અમદાવાદમાં 6 આર્મીની ટીમો મેદાને ઉતારાશે. આર્મીની ત્રણ કોલમ અમદાવાદ શહેર માટે કામે લાગશે. અમદાવાદ જિલ્લામાં પણ ત્રણ આર્મીની કોલમ મેદાને ઉતરશે. ઓરિસ્સાથી લવાયેલા 2 NDRF ની ટિમોને પણ અમદાવાદમાં ડિપ્લોઇડ કરાઈ. બે બોટ અને લાઇફ જેકેટ સાથે 50થી વધુ આર્મીના જવાનો લોકોને બચાવવા નીકળ્યા.
Ambalal Patel Forecast: રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 જુલાઈથી રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં 5થી 6 ઈંચ જ્યારે 24થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અતિભારે વરસાદને પગલે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં ચોમાસું પૂરજોશ જામ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં અત્યારે એકસાથે 5 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. જેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફ-શોર ટ્રફ જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોની અસરના કારણે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. ત્યારે ચાલો જાણીએ કે મેઘરાજા ક્યાં-ક્યાં જિલ્લામાં ધડબડાટી બોલવશે.
Gujarat Rain Alert: ગુજરાતમાં જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જૂન મહિનામાં જે કસર રહી ગઈ હતી તે જુલાઈ મહિનામાં પુરી કરી દીધી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ જળ તરબોળ થયા છે. અને હજુ પણ આવી જ સ્થિતિ રહી શકે છે. કારણ કે એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના ક્યા જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી અને ક્યા વિસ્તારને રાખવાની છે સાવચેતી.
Ambalal Patel Agahi: ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. પરંતુ વરસાદ હજુ પણ સંતાકૂકડી રમી રહ્યો છે. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો છે, છતાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. વરસાદના વિલંબથી ખેડૂતોની ચિંતા વધી છે. જો કે, હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યભરમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાનું આગમન થયું નથી. ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચોમાસા પૂર્વેના વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી-પાણીની સ્થિતિ સર્જી છે. રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે મહત્વની આગાહી ચાલો જાણીએ.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમી અને કાળઝાળ તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે આગામી 3 દિવસ બાદ ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે તાપમાન ઘટવાની અને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 3 દિવસ બાદ તાપમાનમાં બેથી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે ચાલો જાણીએ શું છે નવી આગાહી?
Gujarat Rain Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થવા જઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
Ambalal Patel Forecast: રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ બતાવી રહ્યો છે. એક તરફ આકરી ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. આ આગાહી સામે આવતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.
Ambalal Patel Agahi: ગુજરાત સહિત દેશભરમાં માર્ચ મહિનાથી વાતાવરણમાં એક પછી એક પલટો આવી રહ્યો છે. એક તરફ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે નવી આગાહી.
Gujarat Weather Forecast: દેશમાં વરસાદ ફરી એકવાર મુશ્કેલી વધારશે. IMDએ 7 રાજ્યો માટે ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા જોવો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદના કારણે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી શકે છે અને તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
Ambalal Patel Agahi: હાલમાં રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. ચાલો જાણીએ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
Cyclone Ditwah Updates: બંગાળની ખાડીમાં વાવાઝોડું "દિતવાહ" એ રફ્તાર પકડી છે. શ્રીલંકાની નજીકથી પસાર થઈને, આ વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે. પવનની ગતિ 80-90 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે ભારે વરસાદ અને પૂર આવી શકે છે.