માઇગ્રેશન News

શહેરમાંથી આવેલા લોકોથી ગામડાઓમાં ઉચાટ, ટહેલથી માંડી CCTV દ્વારા રખાઇ રહી છે નજર
કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રિવર્સ માઇગ્રેશનની શરૂઆત થઇ ચુકી છે. શહેરમાંથી ગામડા તરફ લોકો આવવા લાગ્યા છે. હાલ રાજ્યનાં તમામ મહાનગરોમાંથી લોકો પોતપોતાના ગામડે પરત ફરી રહ્યા છે. જેના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાનાં 3 પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. જેના કારણે સરકાર પણ ચિંતિત બની છે. આજે રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ અને પોરબંદરમાંથી એક એક કેસ પોઝીટીવ આવ્યા હતા. જે પોરબંદર અને રાજકોટ ગ્રામ્યમાં તો પહેલા જ કેસ હતા. જેથી હવે ગામલોકોમાં પણ શહેરથી આવેલા લોકો માટે ઉચાટ પેદા થઇ રહ્યો છે. 
Mar 29,2020, 22:54 PM IST

Trending news