માસ્કની માથાકુટ

અમદાવાદ: માસ્ક પહેરવાનું કહેતા એક વ્યક્તિએ મેડિકલ ટીમ સાથે ઝગડો કર્યો

ચાંદખેડા ટીપી 44 વિસ્તારમાં આવેલા ફ્લેકમાં બે કોરોના પોઝિટિવ કેસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશની આરોગ્ય વિભાગની ટીમે કોરોના ટેસ્ટ માટે ગઇ હતી. ત્યારે ફ્લેકમાં એક વ્યક્તિ માસ્ક વગર ફરતો હતો. જેથી કોર્પોરેશનનાં અધિકારીએ માસ્ક પહેરવાનું કહેતા તમે ફ્લેટ કેમ આવ્યા અને તમારી સરકાર કાંઇ પણ નથી કરી રહી અને બોલાચાલી કરી હતી. ચાંદખેડા પોલીસે યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. 

Aug 15, 2020, 11:13 PM IST