મૌલિક ધમેચા

અમદાવાદ: પુત્રવધુ અને પૌત્રએ સાથે મળીને તીક્ષ્ણ હથિયાર ઘા ઝીકી કરી દાદાની હત્યા

શહેરના રખિયાલ વિસ્તારમાં પૌત્રએ જ દાદાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ફ્રીજના કારણે સામાન્ય તકરારમાં પુત્રવધુ સસરા અને દિયરો સાથે ઝઘડો કરતી હતી. ત્યારે માતાનું ઉપરાણું લઇ સગીર પુત્ર તેના મિત્ર સાથે દાદા તથા કાકાને છરીના ઘા મારી દેતા દાદાનું મોત થયું હતું. જ્યારે આરોપી સગીરના કાકાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ રખિયાલ પોલીસે દાદાને મોતને ઘાટ ઉતારનાર પૌત્ર અને પુત્રવધુની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે.

Sep 7, 2019, 05:42 PM IST

પોલીસના ઘરમાં ચોરી: નશાબંધી શાખાના CPD વેરહાઉસમાંથી ચરસનો જથ્થો ચોરી

સામાન્ય રીતે NDPSના ગુનામાં જ્યારે આરોપી ઝડપાય છે ત્યારે નશાનો સામાન ક્યાંથી લાવ્યા અને ક્યા લઈ જવાનો છે તેની તપાસ સૌથી પહેલા થાય છે. અને તેની સાથે સંડોવાયેલા આરોપીને ઝડપી લેવામાં આવે છે. પરંતુ SOG ક્રાઇમે 28 જુલાઈના રોડ પકડેલા ચરસના ગુનામાં મુદ્દામાલ સરકારી ગોડાઉનમાંથી ચોરી થયાનુ સામે આવતા પોલીસે વઘુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Aug 4, 2019, 07:21 PM IST

અમદાવાદ: ઓફિસમાં ઉઘરાણી બાબતે માથાકૂટ કરનારા 7 કિન્નરોની ધરપકડ

અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે ફૂટેજના આધારે 7 કિન્નરોની કરી ધરપકડ કરી છે.

Jul 19, 2019, 08:55 PM IST

વટવામાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ દાખલ

અમદાવાદના વટવા વિસ્તારમાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે પોલીસે કસ્ટોડિયલ ડેથની નોંધી ફરિયાદ દાખલ કરી છે. વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપી 47 વર્ષીય સરમુદ્દીનનું મોત થતાં મામલો પેચીદો બન્યો હતો. જેના પગલે પરિવારે યોગ્ય તપાસ કરવાની અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. ગઈકાલે મૃતકના પરિવારે તથા અન્ય લોકોના ટોળાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જેના પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 

Dec 6, 2018, 09:14 AM IST

ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ, જુઓ VIDEO 

ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને  હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .

Aug 3, 2018, 11:21 AM IST

રથયાત્રા 2018: પહેલીવાર સુરક્ષા હેતુ 'આ' જબરદસ્ત ઈઝરાયેલી ટેક્નોલોજીનો થઈ રહ્યો છે ઉપયોગ

શહેરમાં આવતી કાલે એટલે કે 14મી જુલાઈના રોજ અષાઢી બીજે 141મી રથયાત્રા નિકળનારી છે.રથયાત્રાની સુરક્ષાના પગલે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. રથયાત્રામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સૌપ્રથમ વાર ઈઝરાયલી ડ્રોન ગાર્ડ સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

Jul 13, 2018, 09:58 AM IST