ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ, જુઓ VIDEO 

ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને  હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .

Viral Raval Viral Raval | Updated: Aug 3, 2018, 11:21 AM IST
ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ, જુઓ VIDEO 

મૌલિક ધમેચા, અમદાવાદ: ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને  હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારમાં મહિલાઓ સહિત પુરુષોને હુક્કા પીતા ઝડપી લેવામાં આવ્યા છે. હુક્કાબારમાંથી 4 મહિલાઓ અને 23 પુરુષો હુક્કો પીતા ઝડપાયા છે. 

વીડિયો જોવા કરો ક્લિક-ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ

મળતી માહિતી મુજબ ગાંધીનગરની શામિયાના હોટલમાં ગેરકાયદેસર હુક્કાબાર ધમધોકાર ચાલી રહ્યું હતું. પોલીસ દ્વારા હોટલના માલિક, મેનેજર સહિત આસિસ્ટન્ટ મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આ અગાઉ પણ ગાંધીનગર LCB દ્વારા હુક્કાબારમાં રેડ પાડવામાં આવી હતી. પોલીસની રેડમાં 11 હુક્કા સહિત ટોબેરો અને કેફિન પદાર્થો જપ્ત કરવામાં આવ્યો છે. એક મહિલા દ્વારા ચાલતા આ હુક્કાબારમાં વિદેશથી ફ્લેવર મંગાવવામાં આવતી હતી.