વિદેશી પ્રતિનિધિમંડળની મુલાકાત News

16 દેશોનું પ્રતિનિધિમંડળ કાશ્મીર, સ્થાનિક લોકોએ મોદી સરકારનાં વખાણ કર્યા
અનુચ્છેદ 370 પુર્ણ થયા બાદ લેટિન અમેરિકી અને આફ્રીકન દેશોનાં 16 પ્રતિનિધિ ગુરૂવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા. આ ડેલિગેશને સિવિલ સોસાયટીનાં સભ્યો સાથે મુલાકાત યોજી હતી. રાજ્યનાં અધિકારીઓ અનુસાર રાજદ્વારીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતીની માહિતી લીધી. આ સમુહમાં મુખ્ય રીતે લૈટિન અમેરિકી અને આફ્રીકી દેશોનાં સાંસદોનો સમાવેશ થાય છે. વિદેશી પ્રતિનિધિમંડળમાં વિયતનામ, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, ઉજ્બેકિસ્તાન, નાઇજર, નાઇજીરિયા, મોરક્કો, ગુઆન, અર્જેન્ટિના, ફિલીપીંસ, નોર્વે, માલદીવ, ફીઝી, ટોગો, બાંગ્લાદેશ અને પેરુના પ્રતિનિધિમંડળનો સમાવેશ થાય છે.
Jan 9,2020, 17:53 PM IST

Trending news