સાઉદી અરેબિયા

સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થા પર આપ્યું મોટું નિવેદન, ચીન-પાકિસ્તાનને લાગશે મરચા

કોરોના સંકટ (CoronaVirus) ના કારણે જ્યાં મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે ત્યાં ભારતીય અર્થવ્યવસ્થા(Indian economy)  વધુ પ્રભાવિત થઈ નથી. આ જ કારણ છે કે સાઉદી અરબે(Saudi Arabia)  ભારતમાં રોકાણ કરવાની પોતાની યોજનાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થાની તાકાત પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં રોકાણની તેની યોજનાઓ નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે. 

Dec 21, 2020, 09:03 AM IST

સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી 'દિવાળી ભેટ'

સાઉદી અરબે (Saudi Arabia) પાકિસ્તાન (Pakistan) ને જબરદસ્ત મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના નક્શામાંથી તેણે કબજો જમાવેલા કાશ્મીર (PoK), ગિલગિટ-બાલ્ટિસ્તાનને સાઉદી અરેબિયાએ હટાવી દીધા છે. 

Oct 29, 2020, 08:53 AM IST

સાઉદી અરેબિયા કેમ તુર્કી પર અકળાયું? નાગરિકોને બહિષ્કારની અપીલ

મુસ્લિમ દેશોમાં બે મોટી તાકાત ગણાતા દેશો સાઉદી અરેબિયા (Saudi Arabia)  અને તુ્કી (Trukey) હવે એક બીજાની સામે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે બંને દેશો વચ્ચે સંબંધ સારા નથી અને બંને મધ્ય પૂર્વમાં પોતાનું એકચક્રી શાસન ઈચ્છે છે. પરંતુ હવે બંને દેશો તરફથી આવી રહેલા નિવેદનો તેના કૂટનીતિક સંબંધોને નવી દિશામાં લઈ જઈ શકે છે. 

Oct 6, 2020, 03:47 PM IST

Corona ની દહેશત: આ દેશે ભારતથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી 

કોરોના (Corona virus) ના વધતા જોખમને જોતા સાઉદી અરેબિયા Saudi Arabia) એ ભારત આવનારી અને જનારી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. ભારતની સાથે સાથે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી પણ મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યા છે. 

Sep 24, 2020, 08:10 AM IST

Hajj 2020: હજ યાત્રા રદ્દ કરવાની તૈયારીમાં સાઉદી અરબ, આગામી સપ્તાહે થશે જાહેરાત

 સાઉદી અધિકારીઓ અનુસાર, 2020 હજ યાત્રાને લઈને એક સપ્તાહની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે દર વર્ષે 20 લાખની નજીક તીર્થયાત્રી સાઉદી અરબ હજ માટે આવે છે. 

Jun 14, 2020, 07:12 PM IST

સાઉદીના શાહી પરિવારના 150 સભ્યોને જીવલેણ કોરોનાનો ચેપ?, કિંગ સલમાન આઈસોલેટ થયા

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના દિગ્ગજ નેતાઓ, અભિનેતા, શાહી પરિવાર...સામાન્યથી માડીને વીવીઆઈપી લોકોને પોતાના ભરડામાં લઈ લીધા છે. હવે કોરોના વાયરસે સાઉદી અરબના શાહી પરિવારને પોતાની લપેટમાં લીધા છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સાઉદી  અરબના સત્તારૂઢ શાહી પરિવારના 150 જેટલા સભ્યો કોરોના વાયરસના ચેપની આશંકાને કારણે આઈસોલેશનમાં છે. 

Apr 10, 2020, 08:25 AM IST

કોરોનાની દહેશત: સાઉદી અરબથી પાછા ફરેલા BJP સાંસદ સુરેશ પ્રભુએ લીધુ મોટું પગલું

દેશભરમાં કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 141 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસના વધતા કેર વચ્ચે લોકોએ સુરક્ષિત રહેવા માટે પગલાં લેવાના પણ શરૂ કરી દીધા છે. મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને ભાજપના સાંસદ સુરેશ પ્રભુએ પોતાની જાતને આઈસોલેટ કરી છે. આ અગાઉ કેન્દ્રીય સંસદીય રાજ્યમંત્રી વી.મુરલીધરને પણ પોતાને હોમ ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો. 

Mar 18, 2020, 10:08 AM IST

સાઉદી અરબમાં તખ્તાપલટ? રોયલ ફેમિલીનાં 3 સભ્યોની ધરપકડથી હડકંપ

 સઉદી અરબથી રાજનીતિક ઉથલપાથલના મોટા સમાચારો આવી રહ્યા છે. સાઉદી અધિકારીઓએ કિંગ શાહી મહેલનાં ત્રણ સભ્યોને કસ્ટડીમાં લીધા છે. અમેરિકન મીડિયાનાં રિપોર્ટ્સ અનુસાર આ ત્રણેય પર તખ્તા પલટનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. સમાચાર એજન્સી પીટીઆઇએ વોલ સ્ટ્રીટ જર્નલનાં હવાલાથી લખ્યું છે કે સાઉદી અધિકારીઓએ કિંગ સલમાનનાં ભાઇ રાજકુમાર અહેમદ બિન અબ્દુલ અઝ સૌદ, તેનાં ભત્રીજા મોહમ્મદ બિન નયફને રાજદ્રોહનાં આરોપમાં કસ્ટડીમાં લીધા છે. શુક્રવારે સવારે કાળા વસ્ત્રોમાં રહેલા શાહી ગાર્ડ્સ શાહી સભ્યોનાં મહેલ પહોંચ્યા અને તેને પોતાનાં કબ્જામાં લીધું હતું. 

Mar 7, 2020, 05:04 PM IST

PAKના ધમપછાડા અવગણી આ ઈસ્લામિક દેશ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં

સાઉદી અરબ ભારતમાં પેટ્રો કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખનન સહિત અન્ય ક્ષેત્રોમાં 100 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. 

Sep 30, 2019, 08:07 AM IST

અમેરિકા હવે સાઉદી અરબમાં કરવા જઇ રહ્યું છે સૈનિકોની તૈનાતી, જાણો શું છે કારણ

સાઉદી અરેબિયા (Saudi Arabia)માં તેલ નિકાસ કરનારી કંપની અરામકો (ARAMCO) પરના હુમલાએ આખી દુનિયાની આર્થિક સ્થિતિને હચમચાવી નાખી હતી

Sep 27, 2019, 02:17 PM IST

સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ફસાયા નવસારીના યુવાનો, પરિજનો ચિંતામાં

સાઉદી અરેબિયાના રિયાધ શહેરની કંપનીમાં પેટિયું રળવા ગયેલા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના યુવાનોને કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહીં આપી સાઉદીમાં જરૂરી એવો હકામાં કાર્ડ રિન્યૂ ન કરાવતા ભારતીય યુવાનોની સ્થિતિ કફોડી બની છે. કંપનીની આડાઈને કારણે ત્યાં ફસાયેલા યુવનોના પરિવાર જનોમાં ચિંતા ફેલાઇ છે સાથે જ સરકાર તેમને ભારત પરત લાવવા મદદરૂપ થાય એવી આશા સેવી રહ્યા છે.

Sep 22, 2019, 05:28 PM IST

સાઉદીમાં ડ્રોન હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો, ટ્રમ્પે રિઝર્વ ઓઈલના ઉપયોગની મંજૂરી આપી

સાઉદી અરેબિયા (Saudi Arabia)ના ઓઈલ પ્લાન્ટ પર હાલમાં જ થયેલા ડ્રોન હુમલાને કારણે પેદા થયેલી સ્થિતિ બાદ અમેરિકી(America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)એ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)માંથી ઓઈલના ઉપયોગ પર મંજૂરી આપી દીધી છે. 

Sep 16, 2019, 09:40 AM IST

સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઈલ ફેસિલિટી પર ડ્રોન હુમલો, ભીષણ આગ ફાટી નીકળી

સાઉદી અરેબિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના અબકેક અને ખુરૈસમાં આવેલી બે સૌથી મોટી ઓઈલ ફેસિલિટીઝમાં આગ ફાટી નીકળી છે.

Sep 14, 2019, 03:45 PM IST

ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!, તાબડતોબ લીધુ 'આ' મોટું પગલું

ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે. 

May 14, 2019, 11:06 PM IST

500 કરોડ હેરોઇન મામલો: ગુજરાત ATSએ ઝડપ્યું 24 કરોડનું 5 કિલો આઇસ ડ્રગ

પોરબંદરના દરિયા કાંઠેથી ઝડપાયેલ 500 કરોડના હેરોઈન કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. અફગાની આરોપી નિયતખાનની તપાસમાં વધુ 5 કિલો આઈસ તરીકે ઓળખાતા મેથામ્ફેટામાઈનનો જથ્થો ATSએ દિલ્હીથી કબ્જે કર્યો છે. નોંધનીય છે કે, આ જથ્થો પણ પાકિસ્તાનથી આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે કેટલાક જથ્થો સાઉદી અરબિયા મોકલી દેવાયા હોવાનુ પણ જણાવા મળ્યુ છે.

Apr 15, 2019, 07:29 PM IST

ભારતને પેટ્રોલિયમ હબ બનાવશે સાઉદી અરબ, મોટુ રોકાણ કરવા માટેનું વચન

સઉદી અરબ કાચા તેલના પુરવઠ્ઠા માટે ભારતને ક્ષેત્રીય કેન્દ્ર બનાવવા અંગે વિચારણા કરી રહી છે. સંગ્રહ અને સુવિધાઓનાં નિર્માણ અને રિફાઇનરીને સુદ્રઢ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. સઉદી અરબનાં વિદેશમંત્રી અદેલ બિન અહેમદ અલ જુબેરે આમ કહ્યું છે. વિશ્વના સૌથી મોટા નિકાસકાર સઉદી અરબ અહીં પેટ્રોલિયમ ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ રોકાણ કરશે.

Feb 24, 2019, 09:58 PM IST

PM મોદીની ભલામણ પર સાઉદી અરબે તત્કાળ 850 ભારતીય કેદીઓને છોડી મૂકવાનો આપ્યો આદેશ

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિક્વેસ્ટ પર બુધવારે પોતાના દેશની જેલોમાં બંધ 850 ભારતીય કેદીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી. પીએમ મોદી અને સાઉદી પ્રિન્સની વાર્તા બાદ મંત્રાલયે જાહેરાત કરી કે ભારત સાઉદી અરબના નાગરિકો માટે ઈ વીઝા સુવિધા વધારશે. એક મહત્વપૂર્ણ ઘટનાક્રમનો ભાગ બનતા સાઉદી અરબ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં સામેલ થઈ ગયું. 

Feb 21, 2019, 09:26 AM IST

Pak વિદેશ મંત્ર પર ખુશ થયા સાઉદી અરેબિયાના પ્રિંસ, આપી 63 લાખની ભેટ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રિંસે શનિવારે યોજાઇ રહેલી દેશની હાઇ પ્રોફાઇલ યાત્રા પહેલા, સાઉદી અરેબિયાની તરફથી કુરેશીને આપી 63,50,000 રૂપિયાની ભેટની જાણકારી આપી છે.

Feb 14, 2019, 01:05 PM IST

આખરે સાઉદી અરબે સ્વીકાર્યું, તેમના અધિકારીઓએ જ કરી પત્રકાર ખશોગીની હત્યા

સાઉદી અરેબિયાએ બે સપ્તાહથી પણ વધુ સમય બાદ આખરે આજે સ્વીકારી લીધુ કે તેમના કટ્ટર આલોચક એવા જમાલ ખશોગીની ઈસ્તંબુલ સ્થિત વાણિજ્ય દૂતાવાસ ખાતે હત્યા કરી નાખવામાં આવી.

Oct 20, 2018, 03:38 PM IST

સાઉદી અરેબિયા હજયાત્રીઓને આરામ માટે મફત એસી તંબુ આપશે, 20 લાખથી વધુ શ્રદ્ધાળુ મક્કા પહોંચ્યા

નવી દિલ્હીઃ રવિવારે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હજયાત્રા માટે 20 લાખ જેટલા શ્રદ્ધાળુ મક્કા પહોંચ્યા છે. મક્કા પહોંચેલા શ્રદ્ધાળુઓ પવિત્ર કાબાની ફરતે તવાફ કરે છે. હજના દિવસોમાં તેઓ મક્કાથી મીના અને અરાફાતના મેદાનમાં પાંચ દિવસ સુધી હજની વિધી કરવા માટે જશે. 

Aug 19, 2018, 09:01 PM IST