500 કરોડ હેરોઇન મામલો: ગુજરાત ATSએ ઝડપ્યું 24 કરોડનું 5 કિલો આઇસ ડ્રગ

પોરબંદરના દરિયા કાંઠેથી ઝડપાયેલ 500 કરોડના હેરોઈન કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. અફગાની આરોપી નિયતખાનની તપાસમાં વધુ 5 કિલો આઈસ તરીકે ઓળખાતા મેથામ્ફેટામાઈનનો જથ્થો ATSએ દિલ્હીથી કબ્જે કર્યો છે. નોંધનીય છે કે, આ જથ્થો પણ પાકિસ્તાનથી આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે કેટલાક જથ્થો સાઉદી અરબિયા મોકલી દેવાયા હોવાનુ પણ જણાવા મળ્યુ છે.

500 કરોડ હેરોઇન મામલો: ગુજરાત ATSએ ઝડપ્યું 24 કરોડનું 5 કિલો આઇસ ડ્રગ

મૌલિક ધામેચા/અમદાવાદ: પોરબંદરના દરિયા કાંઠેથી ઝડપાયેલ 500 કરોડના હેરોઈન કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. અફગાની આરોપી નિયતખાનની તપાસમાં વધુ 5 કિલો આઈસ તરીકે ઓળખાતા મેથામ્ફેટામાઈનનો જથ્થો ATSએ દિલ્હીથી કબ્જે કર્યો છે. નોંધનીય છે કે, આ જથ્થો પણ પાકિસ્તાનથી આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે કેટલાક જથ્થો સાઉદી અરબિયા મોકલી દેવાયા હોવાનુ પણ જણાવા મળ્યુ છે. 

દેશના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે પાકિસ્તાન વારવાંર કૌશીશ કરે છે ત્યારે પાકિસ્તાનની નાપાક હરકત ફરી સામે આવી છે. જેમાં તેને 500 કરોડના ડ્રગનો જથ્થો પોરબંદરના દરિયાથી ઘુસાડવાની કૌશીશ કરી હતી. પરંતુ ગુજરાત ATS દ્રારા 9 ઈરાનીઓ સાથે હેરોઈન પણ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ATSએ નિયતખાન નામના એક અફગાની યુવક અને કેરળના એક આરોપી અબ્દુલ સલામની ધરપકડ કરી હતી.

ડીસામાં અમિતશાહના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, રાહુલ શું ગરીબી હટાવશે

ATSની તપાસમાં બહાર આવ્યુ કે, નિયતખાનના દિલ્હીના નિવાસ સ્થાને પાંચ કિલો મેથામ્ફેટામાઈનનો જથ્થો રાખ્યો છે. અને જે જથ્થો અફગાનિસ્તાનના ડ્રગ માફિઆ હાજી નાદરેજ મોકલાયો હતો. હાજી નાદરે પાકિસ્તાન મારફતે કચ્છના દરિયાકાંઠે આ જથ્થો ઉતાર્યો હતો. અને નિઅતને કહ્યુ હતુ કે, રાઝીનામનો શખ્સ આ જથ્થો તેને આપી જશે. પોલીસની તપાસમાં જાણવા મળ્યુ છે કે, માર્ચ 2019માં આ જથ્થો ભારતમાં આવ્યુ હતુ.

ચૂંટણીને કારણે આંગડિયા પેઢીઓના ‘શટર ડાઉન’, હીરા ઉદ્યોગનું ટ્રેડિંગ અટવાયું

ATSની તપાસમાં આરોપીની પૂછપરછ દરમ્યાન એવો ખુલાસો થયો કે, 10 કિલો જેટલો મેથામ્ફેટામાઈન ડ્રગનો જથ્થો નિયતખાને મોહમ્મદ અબ્દુલ સલામને માર્ચમાં આપ્યો હતો. અને આ પાંચ કિલો સિવાય અન્ય ડ્રગનો જથ્થો સાઉદી અરેબિયા મોકલી દેવાયા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ લોકો અત્યાર સુધીમાં કેટલો ડ્રગનો જથ્થો અત્યાર સુધીમાં પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવ્યા છે. અને આ બન્ને આરોપીઓ કેટલો જથ્થો વિદેશ મોકલી ચુક્યા છે. હાલ બન્ને 10 દિવસના રિમાંડ પર છે અને બન્નેની પુછપરછ કરી વધુ હકીકત સામે આવે તે દિશામાં ATS તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news