સાઉદીમાં ડ્રોન હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો, ટ્રમ્પે રિઝર્વ ઓઈલના ઉપયોગની મંજૂરી આપી

સાઉદી અરેબિયા (Saudi Arabia)ના ઓઈલ પ્લાન્ટ પર હાલમાં જ થયેલા ડ્રોન હુમલાને કારણે પેદા થયેલી સ્થિતિ બાદ અમેરિકી(America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)એ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)માંથી ઓઈલના ઉપયોગ પર મંજૂરી આપી દીધી છે. 

સાઉદીમાં ડ્રોન હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો, ટ્રમ્પે રિઝર્વ ઓઈલના ઉપયોગની મંજૂરી આપી

નવી દિલ્હી: સાઉદી અરેબિયા (Saudi Arabia)ના ઓઈલ પ્લાન્ટ પર હાલમાં જ થયેલા ડ્રોન હુમલાને કારણે પેદા થયેલી સ્થિતિ બાદ અમેરિકી(America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)એ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)માંથી ઓઈલના ઉપયોગ પર મંજૂરી આપી દીધી છે. જેથી કરીને ઓઈલના ભાવને કાબુમાં રાખી શકાય. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ દુનિયાનો સૌથી મોટો ક્રુડ ઓઈલનો ભંડાર ભેગો કરવાની જગ્યા છે. 

ટ્રમ્પે પોતાની ટ્વીટમાં લખ્યું કે સાઉદી અરેબિયામાં હુમલા બાદ પેટ્રોલના ભાવ કોઈ પણ પ્રકારે વધે નહીં તે માટે મેં એસપીઆરમાંથી રિઝર્વ પેટ્રોલનો ઉપયોગ કરવા માટે કહી શકું છું. મેં ટેક્સાસ સહિત અન્ય રાજ્યોમાં અનુમતિ પ્રક્રિયામાં વર્તમાનમાં ઓઈલ પાઈપલાઈનોની મંજૂરીમાં ઝડપ લાવવા માટે તમામ ઉપયુક્ત એજન્સીઓને સૂચિત કર્યું છે. 

— Donald J. Trump (@realDonaldTrump) September 15, 2019

ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકાને સાઉદી અરેબિયાની એ વાતની પુષ્ટિનો ઈન્તેજાર હતો કે તેમના ઓઈલ પ્લાન્ટ પર થયેલા હુમલા બદલ તેમને કોના પર શંકા છે, ત્યારબાદ આગળની કાર્યવાહી નક્કી કરાશે. 

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સાઉદી અરબના ઓઈલ ક્ષેત્રમાં ડ્રોન હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. જેનાથી દેશની ઓઈલ ક્ષમતાનો લગભગ અડધો હિસ્સો કે દૈનિક વૈશ્વિક તેલ આપૂર્તિનું 5 ટકા ખોરવાઈ ગયું છે. હુમલા બાદ પોમ્પિયોએ ટ્વીટ કરીને કહ્યું કે સાઉદી અરેબિયા પર લગભગ 100 હુમલા પાછળ ઈરાનનો હાથ છે. જ્યારે (રાષ્ટ્રપતિ હસન) રુહાની અને (વિદેશ મંત્રી ઝાવદ) ઝરીફ કૂટનીતિમાં સામલ હોવાનો દેખાડો કરે છે. તણાવ ઓછો કરવાના આહ્વાન વચ્ચે ઈરાને હવે દુનિયાની ઉર્જા આપૂર્તિ પર  જબરદસ્ત હુમલો કર્યો છે. 

— Donald J. Trump (@realDonaldTrump) September 15, 2019

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ વૈશ્વિક ઓઈલ આપૂર્તિના 5 ટકા ઉત્પાદન પર હુમલા બાદ ઓઈલના ભાવો છ મહિનાની ઉચ્ચ સપાટી પર  પહોંચી ગયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે મે બાદ અમેરિકી ક્રુડ ઓઈલના વાયદા બજારમાં 15ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. ગત વખતે તે 60.89 ડોલર પ્રતિ બેરલ હતો જ્યારે બ્રેંટ ક્રૂડ 13 ટકા વધીને 68.06 ડોલર પર હતો. જે તે અગાઉ 71.95 ડોલર હતો. 

જુઓ LIVE TV

સાઉદી અરબમાં થયેલા ડ્રોન હુમલામાં શનિવારે સરકારી કંપની અરામકોની બે ઓઈલ રિફાઈનરીઓમાં આગ લાગી હતી. ડ્રોન હુમલા બાદ રિયાધથી લગભગ 150 કિમી દૂર રાજ્યના ઓઈલ સમુદ્ધ પ્રાંત અબકેક શહેરમાં રિફાઈનરીમાં આગ લાગી હતી. અરામકો  કંપની તેને દુનિયાના સૌતી મોટા ઓઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ તરીકે પ્રસ્તુત કરે છે. 10 માનવરહિત વિમાનો દ્વારા કરાયેલા હુમલાથી સાઉદી અરેબિયાના સૌથી મોટા ઓઈલ વિસ્તારમાંથી એક હિઝરા ખુરૈસને નિશાન બનાવવામાં આવ્યો. જે પ્રતિદિન લગભગ 15 લાખ બેરલનું ઉત્પાદન કરે છે અને દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલના ભંડારવાળા અબકૈક જે 70 લાખ બેરલ ઓઈલ પ્રોસેસ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news