સીબીઆઈ કોર્ટ

વ્યાપમં કૌભાંડમાં 31 આરોપી દોષી, 25ના થશે સજાનું એલાન

પહેલા વ્યાપમંનું નામ વ્યાવસાયિક પરીક્ષા મંડળ હતું, જેને હવે 'પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ' કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરી 1970મા વ્યાપમંના સફરની શરૂઆત થઈ હતી. 

Nov 21, 2019, 09:57 PM IST

INX Media Case : સીબીઆઈ કોર્ટે ઈડીને ચિદમ્બરમની ધરપકડની આપી મંજુરી

કોર્ટમાં ઈડીએ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં અમારે કસ્ટોડિયન ઈન્ટરોગેશનની જરૂર છે. આ અંગે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને કસ્ટડીમાં લેવાની કોઈ જરૂર નથી. 
 

Oct 15, 2019, 05:55 PM IST

બાબરી કેસઃ સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધારાયો, કલ્યાણ સિંહ અંગે માગ્યો રિપોર્ટ

બાબરી વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા CBIના ન્યાયાધિશ એસ.કે.યાદવનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. અયોધ્યા પ્રકરણમાં સીબીઆઈના સ્પેશિયલ જજે કલ્યાણ સિંહ અંગે પણ રિપોર્ટ માગ્યો છે. 
 

Sep 11, 2019, 06:14 PM IST

અમીત જેઠવા કેસઃ 2015-17 સુધીના CBIના અધિકારીઓ-ન્યાયાધિશો સામે તપાસની માગ

અમીત જેઠવા તરફથી કેસ લડી રહેલા વકીલ આનંદ યાજ્ઞિકે પત્રકાર પરિષદમાં સીબીઆઈ કોર્ટના ચૂકાદાને અભૂતપૂર્વ જણાવતા કહ્યું કે, જે 105 સાક્ષીઓ ફરી ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ 
 

Jul 11, 2019, 10:46 PM IST

9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા મળી

અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે સીબીઆઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને આજીવન કેદ અને 60.50 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે પોતાના દીકરાને ન્યાય મળતા જેઠવા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, અને તેમણે ન્યાય મળ્યો તેવું કહ્યું હતું.

Jul 11, 2019, 01:08 PM IST

અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા

આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે

Jul 11, 2019, 11:42 AM IST

હરેન પંડ્યા હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, સાત આરોપીઓને જન્મટીપ

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટે પલટ્યું છે. સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2003માં હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને  હત્યાના આરોપોથી મુક્ત કર્યા હતા. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

Jul 5, 2019, 11:28 AM IST

અમિત જેઠવા મર્ડર કેસનો ચુકાદો મુલત્વી, હવે 6 જુલાઈએ આવશે નિર્ણય

અમિત જેઠવા હત્યા કેસ સીબીઆઈ કોર્ટે ચુકાદો 6 જુલાઈના રોજ અનામત રાખ્યો છે. કોર્ટે જજમેન્ટ તૈયાર ન હોવાથી ચુકાદો મુલતવી રાખ્યો હતો. ત્યારે ગુજરાતના આ અતિચર્ચાસ્પદ કેસમાં આજે મુદત પડી છે. આ કેસમાં આજે કોર્ટમાં પૂર્વ સાંસદ દીનું બોઘા સહિત 6 આરોપીઓ હાજર રહ્યા હતા. તો જેલ કસ્ટડીમાં રહેલા શેલેષ પંડ્યા ગેરહાજર રહ્યો હતો. 

Jun 29, 2019, 11:29 AM IST

Exclusive News : જાણો ઈશરત જહા એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલા રાઉન્ડ ફાયર કર્યું હતું?

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ અધિકારી ડીજી વણજારા અને એનકે અમીનને લઈને કોર્ટે મહત્વ નો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે બંનેને જામીન મુક્ત કર્યાં છે. ત્યારે અમે તમને એ દિવસ યાદ કરાવીએ કે, જ્યારે 15 જૂન 2004ના દિવસે ઈશરત સહિત ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના બહારના વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલી ગોળીઓ ચલાવી હતી, તે માહિતી આજદિન સુધી સામે આવી નથી. ત્યારે એક્સક્લુઝીવ માહિતીમાં જુઓ, એન્કાઉન્ટર સમયે કયા અધિકારીએ કેટલા ફાયર કર્યા હતા.  

May 2, 2019, 01:05 PM IST

ઈશરત જહા કેસમાં CBI કોર્ટનો મોટો ચુકાદો, અમીન-વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે.

May 2, 2019, 12:03 PM IST

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ : એન.કે.અમીન અને ડીજી વણઝારાની અરજી પર આજે ચુકાદો

ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટ આપશે ચુકાદો. બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહા નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે. 

May 2, 2019, 10:37 AM IST

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: વણઝારા-અમીનની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો મુલત્વી

વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી.

Aug 4, 2018, 11:19 AM IST