સ્ટર્લિંગ બાયોટેક કેસ

સ્ટર્લિંગ બાયોટેક કેસમાં 29 કલાક અહેમદ પટેલની પૂછપરછ, EDએ 128 સવાલ પૂછ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની EDએ સ્ટર્લિંગ બાયોટેક બેન્ક ફ્રોડ કેસમાં ત્રણ દિવસોમાં પટેલને 128 સવાલો પૂછ્યા. EDની ત્રણ સભ્યોવાળી ટિમે ગુરુવારે અહેમદ પટેલની 11 કલાક પૂછપરછ કરી તો તે પહેલાં મંગળવારે પણ 10 કલાક પૂછપરછ કરી હતી. તો શનિવારે 8 કલાક પૂછપરછ કરી હતી.

Jul 3, 2020, 04:44 PM IST

સ્ટર્લિંગ બાયોટેક કેસ: આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાં થઈ ધરપકડ

દેશની બેંકોને ચૂનો ચોપડીને વિદેશ ભાગી જનારાઓમાં એક નામ હિતેશ પટેલનું પણ છે. જે મની લોન્ડરિંગનો આરોપી છે. આ હિતેશ પટેલ અલબાનિયામાં દબોચાયો છે. પટેલ 8100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ અને ગુજરાતના વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક કેસમાં મોસ્ટ વોન્ટેડ છે. તથા તેના ઉપર 5000 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગ કેસ પણ નોંધાયેલો છે.

Mar 22, 2019, 04:08 PM IST