19 જૂનના સમાચાર News

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસે અનેક પ્રયત્નો, વાંધા કાઢ્યા અંતે પાછી પડી: CM રૂપાણી
Jun 20,2020, 0:41 AM IST
રાજ્યસભા ચૂ્ંટણી Live: કોંગ્રેસના તમામ વાંધા અમાન્ય, મતગણતરી શરૂ
ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. રાજ્યસભા ચૂંટણીને લઇ બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. 4 બેઠકોની ચૂંટણી માટે 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.
Jun 19,2020, 20:30 PM IST
ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર
કોંગ્રસ અને ભાજપના તમામ ધારાસભ્યોનું રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવશે. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ છે. ત્યારે રાજ્યસભાના આ ચૂંટણી જંગમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારની જીત લગભગ નિશ્વિત છે. બીટીપીના બંને મત ભરતસિંહ સોલંકીને મળે તો પણ કોંગ્રેસ જીતની નજીક નથી. હાલની સ્થિતિએ ભાજપના સભ્યોના મત રદ કે ખોટા થાય તો જ ભરતસિંહ સોલંકી  જીતી શકે છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે જરૂરિયાત પૂરતા મત મળી ચૂક્યા છે. તો ભરતસિંહ સોલંકી (bhratsinh solanki) હજી પણ એક મત પાછળ છે. આમ, ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ પોતાના બીજા ઉમેદવારને નહિ જીતાડી શકે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની જીતવાની સંભાવના નહિવત છે. 
Jun 19,2020, 15:25 PM IST
મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો
દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 
Jun 19,2020, 14:54 PM IST
અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર
અમદાવાદના વટવા વિસ્તારમાં એક જ પરિવારના 6 વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વટવાના પ્રયોસા રેસિડન્સીમાં બે સગાભાઈઓ પોતાના પરિવારને લઈને આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાતના પ્રયાસથી વટવા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે, બે સગા ભાઈઓ બાળકો કેમ આપઘાત કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કોઈ અંતિમ ચિઠ્ઠી કે બીજુ કંઈ હાથ લાગે છે કે નહિ તે તપાસ શરૂ કર્યો છે. જોકે, આ દુખદ ઘટનાથી રેસિડન્સીમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસ એમ પણ તપાસ કરી રહી છે કે, શું કોરોનાકાળમાં આવેલી મંદીના કારણે આ પરિવાર આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે કે કેમ. 
Jun 19,2020, 8:39 AM IST

Trending news