43 ડિગ્રી તાપમાન News

બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ
Gujarat Weather:  ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે. ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે. ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે.  ભરઉનાળે ગુજરાતમાંમાં માવઠાની આગાહી કરીને ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. આજથી બે દિવસ આકરી ગરમી બાદ કમોસમી વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. 11થી 13 તારીખ દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાન, MP, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પર અસર પડી રહી છે. 11 તારીખે નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે. 13મી મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે.
May 9,2024, 17:15 PM IST

Trending news