Addressee on the occasion News

આ સમાચાર પુરૂષો માટે અમૃત સાબિત થશે, મહિલાઓના કપડાની લાયબ્રેરી, ફ્રીમાં કપડા લઇ જાઓ
સામાન્ય રીતે આપણે પુસ્તકોની લાયબ્રેરી વિશે જ સાંભળ્યું હોય છે પરંતુ બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. જ્યાંથી મફતમાં મહિલાઓ અને યુવતીઓ વસ્ત્રો લઈ જાય છે અને પ્રસંગ ઉજવીને પરત આપી જાય છે. સામાન્ય રીતે લાયબ્રેરી શબ્દ સાંભળતા જ આપણા માનસ પટલ ઉપર પુસ્તકોની લાયબ્રેરી ઉસપી આવતી હોય છે. જે લાયબ્રેરીમાંથી લોકો પુસ્તકો વાંચવા લઈ જતા હોય છે અને ત્યાર બાદ પરત આપી જતા હોય છે. પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે ક્યાંય સાડીઓ અને ડ્રેસની લાયબ્રેરી હોઇ શકે. જ્યાંથી લોકો પુસ્તકોની જેમ સાડી અને ડ્રેસ લઈ જતા હોય અને એ પણ મફતમાં, કદાચ કોઈએ નહિ વિચાર્યું હોય પણ આવી જ સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા ચડોતર ગામમાં, સામાન્ય રીતે કોઈ લગ્ન પ્રસંગ કે તહેવાર હોય તો મહિલાઓ સારી સાડી પહેરીને પ્રસંગમાં જતી હોય છે પરંતુ ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓ કે જેમની પાસે નવી સાડી ખરીદવાના પૈસા નથી હોતા તેવી મહિલાઓ સારા કપડાં વગર પ્રસંગ માણી શકતી નથી.
Apr 11,2022, 23:59 PM IST

Trending news