આ સમાચાર પુરૂષો માટે અમૃત સાબિત થશે, મહિલાઓના કપડાની લાયબ્રેરી, ફ્રીમાં કપડા લઇ જાઓ પ્રસંગ પતે એટલે મુકી જાઓ

સામાન્ય રીતે આપણે પુસ્તકોની લાયબ્રેરી વિશે જ સાંભળ્યું હોય છે પરંતુ બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. જ્યાંથી મફતમાં મહિલાઓ અને યુવતીઓ વસ્ત્રો લઈ જાય છે અને પ્રસંગ ઉજવીને પરત આપી જાય છે. સામાન્ય રીતે લાયબ્રેરી શબ્દ સાંભળતા જ આપણા માનસ પટલ ઉપર પુસ્તકોની લાયબ્રેરી ઉસપી આવતી હોય છે. જે લાયબ્રેરીમાંથી લોકો પુસ્તકો વાંચવા લઈ જતા હોય છે અને ત્યાર બાદ પરત આપી જતા હોય છે. પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે ક્યાંય સાડીઓ અને ડ્રેસની લાયબ્રેરી હોઇ શકે. જ્યાંથી લોકો પુસ્તકોની જેમ સાડી અને ડ્રેસ લઈ જતા હોય અને એ પણ મફતમાં, કદાચ કોઈએ નહિ વિચાર્યું હોય પણ આવી જ સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા ચડોતર ગામમાં, સામાન્ય રીતે કોઈ લગ્ન પ્રસંગ કે તહેવાર હોય તો મહિલાઓ સારી સાડી પહેરીને પ્રસંગમાં જતી હોય છે પરંતુ ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓ કે જેમની પાસે નવી સાડી ખરીદવાના પૈસા નથી હોતા તેવી મહિલાઓ સારા કપડાં વગર પ્રસંગ માણી શકતી નથી.
આ સમાચાર પુરૂષો માટે અમૃત સાબિત થશે, મહિલાઓના કપડાની લાયબ્રેરી, ફ્રીમાં કપડા લઇ જાઓ પ્રસંગ પતે એટલે મુકી જાઓ

પાલનપુર : સામાન્ય રીતે આપણે પુસ્તકોની લાયબ્રેરી વિશે જ સાંભળ્યું હોય છે પરંતુ બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. જ્યાંથી મફતમાં મહિલાઓ અને યુવતીઓ વસ્ત્રો લઈ જાય છે અને પ્રસંગ ઉજવીને પરત આપી જાય છે. સામાન્ય રીતે લાયબ્રેરી શબ્દ સાંભળતા જ આપણા માનસ પટલ ઉપર પુસ્તકોની લાયબ્રેરી ઉસપી આવતી હોય છે. જે લાયબ્રેરીમાંથી લોકો પુસ્તકો વાંચવા લઈ જતા હોય છે અને ત્યાર બાદ પરત આપી જતા હોય છે. પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે ક્યાંય સાડીઓ અને ડ્રેસની લાયબ્રેરી હોઇ શકે. જ્યાંથી લોકો પુસ્તકોની જેમ સાડી અને ડ્રેસ લઈ જતા હોય અને એ પણ મફતમાં, કદાચ કોઈએ નહિ વિચાર્યું હોય પણ આવી જ સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા ચડોતર ગામમાં, સામાન્ય રીતે કોઈ લગ્ન પ્રસંગ કે તહેવાર હોય તો મહિલાઓ સારી સાડી પહેરીને પ્રસંગમાં જતી હોય છે પરંતુ ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓ કે જેમની પાસે નવી સાડી ખરીદવાના પૈસા નથી હોતા તેવી મહિલાઓ સારા કપડાં વગર પ્રસંગ માણી શકતી નથી.

જેને લઈને ચડોતર ગામની કમળાબેન ચૌહાણને વિચાર આવ્યો કે ગામમાં કોઇ સાડીઓની લાયબ્રેરી બને તો ગામની મહિલાઓ મફતમાં સારી સાડી પહેરી શકે. પોતાનો પ્રસંગ ઉજવી શકે તે બાદ કમળાબેને એક સંસ્થાની મદદ લઈને ગામમાં 3 વર્ષ પહેલાં સાડીઓની લાયબ્રેરી બનાવી જેમાં 500 રૂપિયાથી લઈને 7000 રૂપિયા સુધીની મોંઘી સાડીઓ રાખવામાં આવી રહી છે. જેથી ગામની ગરીબ મહિલાઓ આ લાયબ્રેરી માંથી આવીને મફતમાં પોતાની મનપસંદ સાડી લઈ જાય છે અને પ્રસંગમાં પહેરે છે ત્યારે બાદ પ્રસંગ પૂરો થયા બાદ તે સાડીને ધોઈને પ્રેસ કરીને પરત આપી જાય છે.

ગરીબ વર્ગની મહિલાઓ પ્રસંગમાં મોઘી સાડી પહેરી નથી શકતી તે માટે અમે સાડી લાયબ્રેરી બનાવી છે જ્યાંથી અમે મફતમાં સાડીઓ આપીએ છીએ. ચડોતર ગામમાં સાડી લાયબ્રેરી માંથી અનેક મહિલાઓ આવીને સાડી લઈ જીઈને પોતાનો પ્રસંગ ઉજવતી હોવાથી ગામની જ એક યુવતીએ આ જ સાડી લાયબ્રેરીમાં જ ડ્રેસ અને ચણીયા ચોલીની લાયબ્રેરી બનાવી દીધી અને તેમાં 500 થી લઈને 3500 રૂપિયાના ડ્રેસ અને ચણીયા ચોલી રાખતા. હવે ગામની યુવતીઓ પણ પ્રસંગમાં જવાનું હોય કે બહાર જવાનું હોય તો અહીંથી આવીને વિના મૂલ્યે પહેરવા માટે ડ્રેસ અને ચણીયા ચોલી લઈ જાય છે જેથી તેમના પૈસા પણ બચે છે અને પ્રસંગ પણ ઉજવાઈ જાય છે.

સાડી લાયબ્રેરીમાં મહિલાઓ જ આવતી હતી જેથી મેં ડ્રેસ અને ચણીયા ચોલીની લાયબ્રેરી બનાવી જેથી અહીંથી યુવતીઓ મફતમાં ડ્રેસ પહેરવા લઈ જાય છે. મોટાભાગે મહિલાઓ અને યુવતીઓને પ્રસંગોમાં સજવા ધજવાનો શોખ હોય છે. તેમાં મોંઘા કપડાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે પરંતુ ગરીબ અને આર્થિક રીતે સધ્ધર ન હોય તેવી યુવતીઓ અને મહિલાઓ પોતાના મોંઘા કપડાંનો શોખ પૂરો કરી શકતી નથી. ક્યાંક યુવતીઓ સારા કપડાં માટે પોતાના માતા પિતાને હેરાન કરતી હોય છે પરંતુ ચડોતર ગામમાં સાડી અને ડ્રેસની લાયબ્રેરી મહિલાઓ અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ જેના કારણે મહિલાઓ અને યુવતીઓના કપડાં ઉપર થતો ખર્ચ બચી જતા તે પૈસાનો તેવો પોતાના બાળકોના અભ્યાસ અને અન્ય ઘર ખર્ચમાં ઉપયોગ કરી રહ્યા છે. ચડોતર ગામમાં આવેલી સાડી અને ડ્રેસની લાયબ્રેરીએ મહિલા અને યુવતીઓની મોટી ચિંતા હળવી કરી છે, તેમજ આ લાયબ્રેરીમાં આવતી અજાણી મહિલાઓ વચ્ચે પણ સુમેળ ભર્યા સંબંધ સ્થાપિત થઈ રહ્યા છે. જેને લઈને આ લાયબ્રેરીની સુવાસ ચોમેર ફેલાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news