Ahmedabad ashram News

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં: નિત્યાનંદના ટ્વિટ પણ ઘણું બધુ કહી રહ્યા છે !!
હાથીજણ ખાતે નિત્યાનંદ સ્વામીનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનાં મુદ્દે ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે સતત વિવાદોમાં રહેતો નિત્યાનંદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતે શિવ હોવાનો પણ દાવો કરે છે. જેના કારણે પોતાના પેજ પર આધ્યાત્મિક વાતો પણ શેર કરતો રહે છે. જો કે 15 નવેમ્બરે બાળકોને ગોંધી રાખવાનો કેસ સામે આવ્યા બાદ અનેક વિવાદો અનેક સ્પષ્ટતાઓ થઇ હતી. પરંતુ નિત્યાનંદ આ સમગ્ર મુદ્દે અલિપ્ત હોય તેમ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચતો રહ્યો હતો. નિત્યાનંદે પોતાનાં અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂ અને બાળકો અંગે કેટલાક ટ્વીટ કર્યા હતા. જે સ્પષ્ટ રીતે તો આ મુદ્દે નહી પરંતુ આડકતરી રીતે હાલમાં જે ચાલી રહ્યા છે તેની તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. નિત્યાનંદના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી આ તમામ ટ્વીટ કરવામાં આવ્યા હતા.
Nov 18,2019, 17:34 PM IST

Trending news