Alang News

13 માળનું લક્ઝુરિયસ ક્રુઝ અલંગમાં ભાંગવા માટે આવ્યું, તસવીરોમાં ઝળકે છે જાહોજલાલી
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના અલંગ રિસાઈક્લિંગ યાર્ડ ખાતે વૈભવી ક્રુઝ શિપનું આગમન થયુ છે. જે જોવો એક અદભૂત લ્હાવો છે. 1900 મુસાફરો, 7 રેસ્ટોરન્ટ, 700 કેબિન, 750 કૃ-મેમ્બર ની ક્ષમતા ધરાવતું 13 માળનું સ્ટાર પિસ્ક ક્રુઝ તેની અંતિમ સફરે પહોંચી ચૂક્યા છે. 7 રેસ્ટોરન્ટ, કેસિનો, સ્વિમિંગ પૂલ, વેલનેસ સ્પા, સ્પોર્ટ્સ, ડિસ્કો થેક અને થિયેટર જેવી સુવિધા સાથેનુ આ વૈભવી ક્રુઝ હવે અલંગમાં ભાંગી નાંખવામાં આવશે. તેની તસવીરો જ તેની જાહોજલાલી રજૂ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટાર ક્રુઝ લાઈને નાણાંભીડના કારણે તેના ત્રણ ક્રુઝ જહાજો વેચાણ માટે કાઢ્યા છે. જે પૈકી નું એક જહાજ સ્ટાર પીસ્ક અલંગ ખાતે ભંગાણ અર્થે આવી પહોચ્યું છે. 1990 ની વર્ષમાં આ લક્ઝુરિયસ જહાજ બનાવાયુ છે. જેનું વજન 16722 મેટ્રિક ટન છે. ભાવનગરના પ્લોટ નંબર 121 માં એમ.કે શિપિંગ એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને ખરીદવામાં આવ્યું છે. 
Jul 7,2022, 11:59 AM IST
રીસાયકલિંગ ઓફ શીપિંગબીલ લાગુ,અલંગ વિશ્વનું સુરક્ષીત શીપબ્રેકિંગ યાર્ડ
Dec 10,2019, 16:43 PM IST

Trending news