Answered about this News

ગુજરાતનાં ત્રીજા સૌથી મોટા ડેમમાં ગાબડુ તુટવાની શક્યતા? જુઓ તંત્રએ આ અંગે શું આપ્યો
 જિલ્લા ના કડાણા ડેમની આગળની પાયાની જગ્યાએ ચોમાસાની શરૂઆતમાં મોટો ખાડો પડ્યો હતો. જો કે અન્ય કોઈ પરિસ્થિતિના સર્જાય તેને લઇને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાત કરોડનો કોન્ટ્રાકટ આપી તાબડતોબ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ હાલમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમ ભયજનક સપાટી સુધી ભરાઈ ગયો હતો. જેથી તંત્ર દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જેમાં સાત કરોડની કરવામાં આવી કામગીરીમાં વાપરવા આવેલી લોખંડની જાણી મહીસાગર નદીમાં પાણીમાં વહીને 40 કિલોમીટર સુધી દૂર પહોંચી હતી. જેથી ડેમની સુરક્ષાને લઇને કરવામાં આવેલી કામગીરી પર અનેક સવાલો સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છતી થતી હોવાનું સ્થાનિક લોકો હાલતો જણાવી રહ્યા છે.
Sep 6,2020, 18:03 PM IST

Trending news