Anti defection law News

શું છે એન્ટી ડિફેક્શન લો, જેની ચેતવણી શરદ પવારે બગાવતી ધારાસભ્યોને આપી...
મહારાષ્ટ્ર (Maharashtra) માં અજિત પવારે બીજેપીની સાથે સરકાર બનાવવાને કારણે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) રોષે ભરાયેલા છે. અજિત પવારની સાથે તેમનો ગુસ્સો એ બગાવતી ધારાસભ્યો પર પણ છે, જેઓએ અજિતને BJPની સાથે મળીને સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપ્યું છે અને તેઓ રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં દેખાયા હતા. શરદે પોતાના નારાજગીની વ્યક્તતા શિવસેનાની સાથે સંયુક્ત પ્રેસ વાર્તામા પણ કરી. તેમણે કહ્યું કે, અમે બગાવતી ધારાસભ્યો પર એન્ટી ડિફેક્શન લો  (Anti-Defection Law) અંતર્ગત કાર્યવાહી કરીશું અને ઉપચૂંટણી થવાની સ્થિતિમાં તેમની વિરુદ્ધ શિવસેના-એનસીપી અને કોંગ્રેસ મળીને સંયુક્ત ઉમેદવાર ઉભા કરશે. જેનાથી તેમની જીત બહુ જ મુશ્કેલ બની જશે. આમ, તેમણે બગાવતી ધારાસભ્યોને ચેતવ્યા કે, બગાવત ન કરે અને તેઓ ઈચ્છે તો પરત આવી જાય. પરંતુ આવુ ન થવાની સ્થિતિમાં તેઓને ભવિષ્યમાં મોટુ રાજનીતિક નુકસાન ઉઠાવવું પડશે.  
Nov 23,2019, 15:39 PM IST

Trending news