Coastal surveillance system News

બાંગ્લાદેશ સીમા પર લાગશે સર્વેલન્સ સિસ્ટમ,બાંગ્લાદેશ નોર્થ ઇસ્ટને LPG આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) શનિવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે, ભારત-બાંગ્લાદેશની મિત્રતા સમગ્ર વિશ્વ માટે યોગ્યતાનું ઉદાહરણ છે. બીજી તરફ શેખ હસીનાએ કહ્યું કે, ભવિષ્યમાં બંન્ને દેશોની વચ્ચે સહયોગ વધારે વધશે. આ પ્રસંગે ઉર્જા, કૌશલ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજના આ ત્રણ પ્રોજેક્ટ અલગ અલગ ક્ષેત્રમાં છે. એલપીજી આયાત, કૌશલ અને સામાજિક સુવિધા પરંતુ આ ત્રણેયનો ઉદ્દેશ્ય એખ જ છે અને તે છે આપણા નાગરિકોનાં જીવનને યોગ્ય બનાવવાનું. એટલું જ નહી ભારત- બાંગ્લાદેશ સંબંધોનો મુળમંત્ર પણ છે.
Oct 5,2019, 18:52 PM IST

Trending news