Due to parking scam News

અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમરાહે પાર્કિંગનું મહાકૌભાંડ, નાગરિકોનાં લાખો રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા માટે જાહેર પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાર્કિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેવા ચાર્જ વસુલે છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરચી બનાવવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટ દરમિયાન નક્કી કરેલા ચાર્જ લખવામાં આવ્યા છે. 0થી 2 કલાક માટે ટુ વહીલરના 5, થ્રિ વહીલરના 10 અને ફોર વહીલરના 15 રૂ. ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત 6 કલાક, 12 કલાક અને 18 કલાક વાહન પાર્ક કરવા માટેના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જો કે વાહન માલિકો પાસે અલગ રીતે ચાર્જ વસુલીને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. 
Feb 13,2022, 19:45 PM IST

Trending news