millions of rupees

SURAT માં લાખો રૂપિયાની લાઇટ બે લબર મુછીયા ચોરી ગયા અને પછી પોલીસ...

શહેરના વેસુ કેનાલ રોડ પર SMC દ્વારા આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન 159 કિંમત રૂપિયા 3.18 લાખની કિંમતનાં ચોરીને ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચડીને ચોરી કરનાર બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા છે. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા 500 જેટલી લાઇટો લગાવી છે. જે પૈકીની 159 લાઇટો અને અન્ય સાધનોની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

Dec 3, 2021, 10:40 PM IST

આધુનિક ખેડૂત: લાખો રૂપિયાની કરે છે કમાણી પણ ખર્ચો એક રૂપિયાનો પણ નહી

હાલ શિયાળામાં સીતાફળનું આગમન થઇ ચુક્યું છે. બોટાદ જિલ્લાનું ઢસાગામના પ્રગતિશીલ ખેડૂતે સીતાફળની ખેતી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં 5 વિઘા જમીનમાં સીતાફળની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેમાં તેમના ખેતરમાં 1000 જેટલા સીતાફળ ના છોડવા વાવ્યા હતા. જેમાં એક ફળનું અંદાજીત 500-700 ગ્રામ વજન થઈ રહ્યું છે અને મબલખ પાક આવતા વિધે એક ૫૦ હજાર થી વધુ આવક થઈ રહી છે.

Nov 17, 2021, 09:34 PM IST

VADODARA: લાખો રૂપિયાની ચોરીનો કેસ પોલીસે એટલી સ્માર્ટનેસથી ઉકેલ્યો કે તમે પણ કહેશો વાહ!

શહેરમાં એક CCTV કેમેરાએ લાખો રૂપિયાની રોકડની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સુરતથી વડોદરા આવેલા ડાયમન્ડનાં વેપારીની તબિયત અચાનક લથડતા તેઓ ફૂટપાથ પર સુઇ ગયા અને જ્યારે ઊંઘમાંથી ઉઠયા તો તેમના હોશ ઉડી ગયા. વડોદરામાં લાખો રૂ.ની એક ચોરીનો ભેદ ગણતરીની મિનિટોમાં ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના વડોદરાનાં નવાં એસટી બસ ટર્મિનલ વિસ્તારની છે. જ્યાં સુરતની આવેલા હીરાનાં વેપારીનાં 3 લાખ રૂ.ની રોકડ ચોરાઇ ગઇ. વેપારીએ ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ, પરંતુ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં હ્યુમન ઇન્ટેલિજન્સ કરતાં વધારે મદદ કરી એક સીસીટીવી કેમેરાએ. સુરતમાં રહેતાં હીરાનાં વેપારી જયેશ કોશિયા તેમની પત્નીને તેડવા પોતાની સાસરી હાલોલ જઇ રહ્યાં હતાં.

Sep 27, 2021, 08:53 PM IST

83 વર્ષીય વૃદ્ધાને ભોળવીને લાખો રૂપિયાની ઠગાઇ કરનાર ભેજાબાજ ઘરઘાટી ઝડપાયો

ઈસનપુરમાં 83 વર્ષીય વૃદ્ધા સાથે  ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધાના જ ઘરઘાટીના મિત્રે ઠગાઈ કર્યાનું સામે આવતા સાયબર ક્રાઇમે તેની ધટપકડ કરી લીધી છે. ઇસનપુરમાં રહેતી વૃદ્ધાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે તેના એકાઉન્ટ માંથી 8.85 લાખ રૂપિયા તેના જ ઘરઘાટીના મિત્ર તુષાર કોષ્ટિએ વિશ્વાસમાં લઈને ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી.

Aug 1, 2021, 01:40 AM IST

Junagadh: કરોડોની હુંડીયામણ લાવી આપતો ઉદ્યોગ ડીઝલમાં ભાવ વધારાને કારણે મરણપથારીએ

દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં માચ્છીમારોના કરોડો રુપીયા નિકાસકારો પાસે તો નિકાસકારોના કરોડો રુપીયા ચાઇનામાં ફસાતા મત્સયઉઘોગ મુકાયો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થીક કટોકટીનો સામનો કરતા માચ્છીમારો ફીશીંગ બોટ શરુ કરવા અંગે ચીંતીત છે. મત્સ્યોદ્યોગ ઠપ્પ થવાની કગાર પર છે. ગુજરાતની 25 હજાર ફિશિંગ બોટો પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો છે. કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવવધારાએ માછીમારોની કમર ભાંગી નાખી હતી. વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક. દેશને હજારો કરોડનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો મત્સયઉઘોગ મરણપથારીએ છે. 

Jul 18, 2021, 06:34 PM IST

VADODARA: 1 રૂપિયાનાં ખર્ચે આ લૂંટારૂઓ કરતા લાખો રૂપિયાની લૂંટ, વાંચીને આશ્ચર્યથી આંખો થઇ જશે પહોળી

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનને ફક્ત એક રૂપિયાના સિક્કાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ ચલાવતી અને 13 લૂંટોને અંજામ આપનાર આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વડોદરા રેલવે પોલિસને સફળતા મળી છે. જો કે આરોપીઓ એવું તો શું કરતા કે પૂર ઝડપે દોડતી ટ્રેન રોકાઈ જતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. 

Jul 3, 2021, 04:54 PM IST

ડેટા એન્ટ્રીના નામે લાખો રૂપિયાની ઠગાઇ કરનારા ટોળકીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી

શહેરીજનોને ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી અનોખી ટોળકીને સાયબર ક્રાઈમને પકડી પાડી છે. સુરતની આ ટોળકીમાં મુખ્ય સૂત્રધાર ફરાર છે. ત્યારે પોલીસે ચાર મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી. આ ટોળકીની પોલીસ કાર્યવાહી કરવાની ધમકીથી ભોગ બનનારની ફરિયાદ લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Jun 29, 2021, 09:01 PM IST

લાખો રૂપિયાનું કામ કરાવ્યા બાદ પૈસા આપવાની કોન્ટ્રાક્ટરે ના પાડી, આત્મહત્યા પેલા બનાવ્યો હૃદય દ્રાવક વીડિયો

ગુજરાતમાં આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી વાઇરલ કરવાની ઘટના ત્રીજી સામે આવી છે અમદાવાદ, સુરત બાદ જૂનાગઢ ના વંથલી ના યુવાને 2 લાખ રૂપીયા બાબતે વિડીયો બનાવી ઓઝત ડેમ માં આપઘાત કર્યા ની ઘટના સામે આવી છે.  વંથલી માં રેહતો રમેશ વાણવીના 2 લાખ રૂપીયા નહી મળતા ઓઝત ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતક રમેશે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. વીડિયોમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. 

Mar 19, 2021, 08:23 PM IST

વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હો તો ધ્યાન રાખજો ઠગ ભટકાઇ ન જાય, લાખોની ઠગાઇ આચરી !

વિઝા આપવાના બહાને બંટી બબલીએ 10 લાખની ઠગાઈ આચરી. એક વ્યક્તિ પાસે પૈસા પડાવી આ ટોળકી ઠગાઈ આચરતી અને તેમાં થોડા નાણાં પરત આપી વિશ્વાસ કેળવતા અને અન્ય લોકો સાથે પણ આ જ રીતે પૈસા પડવાનું કાવતરું રચતા હતા. નરોડામાં રહેતા નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Feb 16, 2021, 08:46 PM IST

ગામના સરપંચે પ્લોટનાં નામે પોતાના જ ગામની મહિલાઓના લાખો રૂપિયા લુંટ્યા

પાણપુરના સરપંચે બે મહિલાઓ સાથે પ્લોટના મામલે રૂા.૫.૩૦ લાખની ઠગાઇ કરતા હિમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેન લઈને હવે છેતરપીંડી કરનાર સરપંચ સામે પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર નજીકના પાણપુર ગામના સરપંચે દોઢ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન હિંમતનગરની બે મહિલાઓને સવગઢ પંચાયતમાં સર્વે નં ૯/૧ માં પ્લોટો અપાવવાનું કહી ત્રણ પ્લોટો પેટે રૂા.૬ લાખ મેળવ્યા હતા. ત્યારબાદ બંને મહિલાઓએ સરપંચ પાસે પ્લોટ તેમજ પ્લોટ ન આપે તો પૈસા પરત કરવાની ઉઘરાણી કરતા રૂા.૭૦ હજાર ચૂકવ્યા બાદ સરપંચ બંને મહિલાઓને રૂા.૫.૩૦ લાખની રકમ ન ચૂકવતા કે પ્લોટ ન અપાવતા મામલો ગરમાયો હતો. 

Feb 12, 2021, 06:54 PM IST

ખેડૂત સહકારી મંડળીના પૈસા લાખો રૂપિયા લઇને મંત્રી રફૂચક્કર, જાણો તમારા પૈસા તો નથી ફસાયા?

આજે એક એવા મી. નટવરલાલની વાત કરવી છે. જેણે પોતે જ્યાં નોકરી કરતા હતો, ત્યાં જ પૈસા ની ઉચાપત કરીને તે પૈસાથી જલસા કરી રહ્યો છે.

Feb 12, 2021, 04:33 PM IST

Ahmedabad: ઓઇલની પાઇપમાં ભંગાણ કરી લાખો રૂપિયાની ક્રૂડ ઓઇલની ચોરી

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમે બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ ઓઇલ ચીરીના નેટર્વક નો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ પણ કબ્જે કરાયું છે. ઓઇલ ચોરીના કૌભાંડમાં પોલીસે અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં વધુ બે આરોપીઓની પોલીસે ઝડપી ને 5 લાખના ઓઈલ ચોરી પકડી છે. આરોપીઓ ખેતર માલીકની જમીન ભાડે લઈને સલાયા મથુરા જતી ઓઇલ પાઇપ લાઈનમાં પંચર પાડીને ઓઇલ ચોરી કરતાં હતાં.

Feb 11, 2021, 10:30 PM IST

વ્યાજખોરો બેખોફ: ગોંડલના વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા અને પછી...

શહેરના રાજનગરમાં રહેતા અને બેકરીનો ધંધો કરતા યુવાને વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા. જો કે પાંચ જેટલા વ્યાજખોરોએ 10 ટકા મુજબ વ્યાજ વસૂલી લઈ વધુ વ્યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ વ્યાજખોરો દ્વારા તેનું જીવન દુષ્કર બનાવી દેવામાં આવ્યું હતું. 

Jan 12, 2021, 11:36 PM IST

અમદાવાદમાં સાધન સંપન્ન પરિવારનાં કિશોરોએ પૈસા કમાવા મંગાવ્યો મોંઘી બ્રાન્ડનો લાખોનો દારૂ પણ !

31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતીઓ દારૂ માટે તલપાપડ થઇ રહ્યા છે. આ તકનો લાભ લઇને કેટલાક લબરમુછીયા યુવાનો પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા માંગી રહ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસ પણ દારૂના દુષણને ડામવા માટે સતત પ્રયાસરત્ત છે. સોલા પોલીસે આવા જ કેટલાક લબરમુછીયા યુવાનોને પકડ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને પકડાયેલા કિશોરો પાસેથી ઉંચી બ્રાન્ડનો મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આ તમામ યુવાનો સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે.

Dec 21, 2020, 11:20 PM IST

બ્લેક રાઇસની ખેતી કરીને આ ખેડૂત કરે છે લાખો રૂપિયાની કમાણી,400 રૂપિયે કિલો વેચાય છે

જિલ્લાના વ્યારા તાલુકાના નાનકડા ગામના ખેડૂત ઘ્વારા બ્લેક રાઈસનું સફળ રોપણ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અતિ ગુણકારી એવા કાળા ચોખાની ખેતી કરી રહેલ ખેડૂતોની માંગ છે કે, તેમને આ માટે સરકાર દ્વારા વિશેષ બજાર મળી રહે. જેને લઈ તેમને સારી આવક મળી રહે.

Nov 23, 2020, 06:12 PM IST

સરકારી નોકરીની લાલચે લાખો રૂપિયાની ઠગાઇ, પોલીસ કર્મીના પિતા પણ છેતરાયા

રાજ્યના પોલીસ વિભાગના કર્મચારી બનીને ગૌણસેવા મંડળના સચિવ સાથે ઓળખાણ હોવાની વાત કરી ત્રણ લોકો સાથે યુવક યુવતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં એક મહિલા પોલીસ કર્મચારીના પિતાનો પણ સમાવેશ થાય છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઇ છે. ગુજરાત ભરતી બોર્ડના સચિવ એન.કે દેસાઇની સહી સિક્કા કરેલી કોપીમાં સરકારી નોકરી અપાવવા પેટે 12 લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું. સચિવાલયમાં કાર ભાડે મુકવાનું કહી મહિલા પોલીસના પિતાની 17 લાખની ગાડી દારૂની હેરાફેરી માટે બુટલેગરને આપી હતી. શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે.

Oct 31, 2020, 07:06 PM IST

LIC એજન્ટે પત્ની અને પોતાના મોતનો કારસો રચીને પડાવ્યા લાખો રૂપિયા, આ રીતે ભાંડો ફૂટ્યો

શહેરના એક LIC એજન્ટએ રૂપિયાની લાલચમાં પહેલા પોતાની પત્નીને મૃતક બતાવી, બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરીને લાખ્ખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટેનો કારસો રચ્યો હતો. જો કે અંતે આ દંપતીની કરતૂતોનો પર્દાફાશ થતા દાખલ થઈ છે. પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જાણો કોણ છે આ LIC એજન્ટ અને શા માટે આવી કરતુત કરવી પડી ? 

Oct 10, 2020, 09:58 PM IST

ATM માંથી પૈસા ઉપાડતા પહેલા વાંચો આ ખાસ અહેવાલ, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો

* એટીએમમાંથી રૂપિયા ઉપાડનારા ચેતી જજો
* રૂપિયા ઉપાડો ત્યારે જો જો કે આસપાસ કોઈ નથી ને
* કારણ કે કેટલાક લોકોની તમારી ઉપર નજર હોય છે
* જે તમારા એટીએમ કાર્ડ અને પીનને ચોરી છુપે જોઈ લે છે
* ડુપ્લીકેટ કાર્ડ અને પીનની મદદથી ઉપાડે છે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા

Sep 20, 2020, 06:33 PM IST

સુરતનાં અનોખા શિક્ષક: જે ભણવાનાં લાખો રૂપિયા થાય તે મફતમાં આપે છે સેવા

આજે શિક્ષક દિવસ છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આવવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આપી શકે એ જ સાચો શિક્ષક. ગાંધીજીના આ વાક્યો સુરતના શિક્ષક નરેશ મહેતા દ્વારા ચરિતાર્થ કરાયું છે. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે આવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા છે. સહેલાઇથી વિડીયો મળી રહે. આ માટે QR કોડ પણ તૈયાર કર્યા છે. એવું જ નહીં શાળા ડ્રોપ કરનાર 200થી વધુ બાળકીઓને ધોરણ 10ની પરીક્ષા આપવા મદદ પણ કરી છે. 

Sep 5, 2020, 07:26 PM IST

અમદાવાદમાં જો કોઇ અચાનક તમારી માફી માંગે તો ચેતજો નહી તો થશે લાખો રૂપિયાનું નુકસાન

મારા છોકરાને માર કેમ મર્યો અને તેને ઉચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો તેવા અલગ અલગ બહાના કરીને તમારા પગે પડીને માફી માંગવાનો કોઇ ઢોંગ કરે તો ચેતી જજો, ક્યાંક આ ગઠીયાનોઠોંગ તમને ભારે પડી શકે છે. આ ગઠીયાઓ શહેરનાં પૂર્વ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે.

Aug 15, 2020, 04:33 PM IST