Fake screen short viral News

LRD બોર્ડના ચેરમેનના નામે બનાવટી સ્ક્રીન શોર્ટ વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો,
લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેનના ટ્વીટ નો એડિટ કરેલો સ્ક્રીનશોર્ટ વાઇરલ કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. થોડા સમય માટેની મજાક ને પગલે સાઇબર ક્રાઈમે આરોપી યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલા 21વર્ષીય  આરોપીનું નામ છે દિપક ઠાકોર. દિપક ઠાકોરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કરીને લખાણ લખ્યું હતું. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, 40થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેને  લઈને ઉમેદવારોમાં ખોટો મેસેજ ગયો હતો. આ ખોટા મેસેજના ખંડન ઉપરાંત આરોપીને શોધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.
Apr 15,2022, 19:46 PM IST

Trending news