forest department

આજથી ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે 

સુરેન્દ્રનગર જિલ્લામા  આવેલું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય આજથી પર્યટકો માટે બંધ કરાયું છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. ચોમાસાની સીઝન ઘુડખરની બ્રીડિંગ સીઝન હોવાથી તે દરમિયાન મુસાફરોને એન્ટ્રી આપવામાં આવતી નથી. 

Jun 16, 2021, 03:07 PM IST

દીપડાની વસ્તી મામલે દાહોદ ગુજરાતમાં બીજા નંબર પર, 815 ચો. કિમીનો છે વનવિસ્તાર

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની અમૂલ્ય સંપદા સમાન તેના વનવિસ્તારનો પરિચય મેળવીએ. સાથે જંગલ વિસ્તારની જાળવણી અને વૃદ્ધિ કરતાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી પણ મેળવીએ

Jun 5, 2021, 08:59 PM IST

VADODARA: કુમેઠા ગામમાંથી સાડાપાંચ ફૂટનો મગર પાંજરે પુરાયો, વન વિભાગ દ્વારા રેસક્યું

વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના તળાવમાંથી વનવિભાગ દ્વારા અને વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટ દ્વારા સાડા પાંચ ફુટનો મગર પાંજરે પુરવામાં આવ્યો હતો. મગર પાંજરે પુરાતા ગામલોકોને હાશકારો થયો હતો. જો કે હજી પણ બે મગર હોવાનું વન વિભાગ માની રહ્યું છે. જેના કારણે બે પાંજરા મુકવામાં આવ્યા છે. 

May 27, 2021, 07:16 PM IST

વાવાઝોડાથી ગીરના 18 સિંહો ગુમ થવા મુદ્દે વન વિભાગે આપ્યો આ ખુલાસો

 • તૌકતે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા અંગે વન વિભાગે સ્પષ્ટતા આપી 
 • વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવાઈ રહ્યાં છે

May 20, 2021, 08:19 AM IST

વનવિભાગે કહ્યું વાવાઝોડું આવતા સિંહો જાતે જ સલામત સ્થળે ખસી ગયા હતા, કોઈ સિંહ ગુમ થયા નથી

ગુજરાત પર ત્રાટકેલાં વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે સિંહો ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સોશલ મીડિયા પર એવા સમાચારો પણ વહેતાં થયા હતા. જોકે, વન વિભાગે આ વાતને નકારી કાઢી છે અને આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે.

May 19, 2021, 04:27 PM IST

અજીબ કિસ્સો : રાજકોટના ઝૂમાં કોબ્રાએ સિંહણને દંશ દીધો, પાંજરામાં જ બેહોશ થઈ

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અજીબોગરીબ ઘટના બની છે. એક કોબ્રાએ પાંજરામાં પૂરાયેલી સિંહણને સર્પદંશ માર્યો છે. આ બાદ સિંહણની હાલત ગંભીર હોવાથી તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. 

May 11, 2021, 07:52 AM IST

સિંહોમાં કોરોના નીકળતા ગુજરાતમાં ફફડાટ, વનવિભાગ તમામ કર્મચારીઓનો RT-PCR કરાવશે

હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવવાનો મામલાથી પ્રાણીપ્રેમીઓ સતર્ક બન્યા છે. ત્યારે આ મામલે ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના સિંહો રહેલા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહો (lions) નું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. 

May 6, 2021, 12:35 PM IST

દરવાજો ખોલ્યો તો, ઘરની બહાર બે સિંહો પાણી પીતા હતા... તેજીથી વાયરલ થયો આ Video

 • વાયરલ થઈ રહેલ વીડિયો ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર શેર કર્યો
 • સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે

Apr 3, 2021, 10:13 AM IST

વલસાડમાં કૂતરાઓની જેમ રખડી રહ્યા છે દીપડા, લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા

વલસાડ જિલ્લામાં દીપડાઓનો આંતક વધી રહ્યો છે. જિલ્લામાં દીપડાઓ અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યાં છે. રાતના જ નહિ, પરંતુ દિવસના સમયમાં પણ હવે દીપડાઓ દેખાવાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.  

Mar 23, 2021, 10:20 AM IST

હવે માનવભક્ષી દીપડાનું લોકેશન જાણી શકશે, ગીરમાં દીપડાને લગાવાયા રેડિયો કોલર

 • ગીર જંગલ સહિતના આસપાસના વિસ્તારમાં દીપડાને રેડિયો કોલર લગાવાયા
 • વન વિભાગ દ્વારા સિંહ બાદ હવે દીપડાને રેડિયો કોલર લગાવાયા
 • સાસણમાં બે દીપડાને રેડિયો કોલર લગાવી જંગલમાં છોડાયા
 • દીપડાના માનવ પરના હુમલાની ઘટના ટાળવામાં મદદ મળશે

Feb 25, 2021, 07:50 AM IST

શિકારીનો ચોંકાવનારો ખુલાસો, ગીરમાં સિંહ બાળની હત્યા કરીને તેના અંગો વેચ્યા હતા

 • ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહના શિકારના એક પછી એક ચોંકાવનારા ખુલાસા કર્યાં
 • અદાલતે તમામ 11 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જેમાં એક આરોપીએ ભૂતકાળમાં સિંહની હત્યા કર્યાનું કબૂલ્યું

Feb 13, 2021, 09:16 AM IST

કોના છે આ હાથી? બનાસકાંઠામાં અચાનક આવી ચઢેલા 4 હાથીઓએ કુતૂહલ સર્જ્યું

 • આ હાથી કોણ મૂકી ગયુ તે કોને ખબર નથી, હાથી ક્યાંથી આવ્યા તે કોઈને ખબર નથી
 • અચાનક ચાર હાથી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. આ હાથીના કોઈ વારસદાર સામે આવ્યા નથી
 • વન વિભાગે હાથીઓનો કબજો હાથ ધરીને હાથીના માલિકની શોધખોળ ચાલુ કરી

Feb 2, 2021, 02:26 PM IST

દલખાણીયા રેન્જમાં જે દેખાયું તેનાથી વનવિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

 • વૃદ્ધને કેમ સાંકળથી બાંધવામાં આવ્યા હતા તે અંગે ​પરિવારજનો દ્વારા મૌન સેવવામાં આવ્યું 
 • વન વિભાગે સૌથી પહેલા જે જોયું તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા

Jan 27, 2021, 02:52 PM IST

સક્કરબાગ ઝૂમાંથી કોઈ દીપડો ભાગી છૂટ્યો નથી, અફવા છે આ સમાચાર

 • દીપડાએ પાંજરામાં માથું મારી મારીને પાંજરું તોડી નાંખ્યુ અને ફરાર થઇ ગયો એવા સમાચાર વહેતા થયા હતા
 • દીપડો પાંજરુ તોડીને ભાગી છૂટવાની અફવા ફેલાયા બાદ વન વિભાગને સ્પષ્ટતા કરવી પડી

Jan 27, 2021, 12:53 PM IST

તાંત્રિકે કહ્યું રૂપિયાનો વરસાદ કરાવીશ અને ફોરેસ્ટર સાધુ બન્યા, પૈસાનો વરસાદ થાય તે પહેલા...

 ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી જંગલમાં કાચબા ઉપર તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરતાં પાંચ ઈસમોને વાઈલ્ડ લાઈફ સર્કલ, વન વિભાગ અને GSPCA સંસ્થાએ ઝડપી લઈ ઓપરેશન પાર પાડ્યું છે. વિધિ પૂર્વે જ ટીમે કાચબાને જીવતા ઉગારી લેવામાં સફળતા મેળવી છે. વન વિભાગે ચાર કાચબા જીવિત હાલતમાં અને ત્રણ મારક હથિયાર ઝડપાયેલા આરોપીઓ પાસેથી કબ્જે લીધું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ઘોઘબા તાલુકાના જ રહીશો છે. જેઓએ કાચબા કોની પાસેથી અને કેવી રીતે મેળવ્યા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

Jan 21, 2021, 05:21 PM IST

ગીરના જંગલમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું

જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી ત્રણેક સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

Jan 15, 2021, 11:35 PM IST

એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટમાં સિંહો ફરતા દેખાશે, શહેરની હદ સુધી પહોંચ્યા સાવજ

 • એ દિવસો હવે દૂર નહિ હોય જ્યાં રાજકોટ શહેરમાં પણ સિંહો ફરતા દેખાશે
 • એક મહિનામાં સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કર્યાં

Jan 9, 2021, 11:15 AM IST

કૂવો અને ખીણ વચ્ચેની સ્થિતિમાં ઝોલા ખાઈ રહ્યાં છે રાજકોટના લોકો, સિંહ બાદ હવે દીપડાના આંટાફેરા

 • રાજકોટમાં એક તરફ સિંહની લટાર બીજી તરફ લોધિકા તાલુકામાં દીપડા દેખાયો
 • લોધિકા જીઆઈડીસીમાં કામ કરતા મજૂરોને નજરે દીપડો ચઢ્યો હતો

Jan 5, 2021, 11:49 AM IST

વર્ષનો અંતિમ દિન હોંશેહોંશે ફરવા નીકળેલા કપલના જીવનનો અંતિમ દિવસ બન્યો

 • વન વિભાગની કારની ટક્કરે બાઈક ચાલક યુવક અને ફિયાન્સી બંને રોડ પર પટકાયા હતા
 • યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું, જ્યારે ફિયાન્સીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Jan 2, 2021, 09:16 AM IST

ભાવનગરમાં સાવજની ડણક, લોકોનાં કુતૂહલને કારણે સિંહના હુમલાની ઘટના વધી

સામાન્ય રીતે સિંહ ક્યારે પણ માનવ પર હુમલો કરતો નથી. જો કે વ્યક્તિ દ્વારા રંજાડવામાં આવે તો તે સ્વબચાવમાં હુમલો કરતો હોય છે. જો કે માનવમાંસ ક્યારે પણ સિંહ ખાતો નથી અને હુમલો કર્યા બાદ ત્યાં રોકાતો પણ નથી. તત્કાલ સ્થળ પરિવર્તન કરી દે છે. સામાન્ય રીતે સિંહ મારણ કર્યા બાદ આખી રાત ત્યાં રહીને જ મીજબાની માણે છે. પરંતુ માનવ પર હુમલો કર્યા બાદ તે સ્થળ છોડીને જતો રહે છે. પરંતુ સિંહ છેલ્લા ઘણા સમયથી પોતાનાં સિમાડા મુકીને એવા સ્થળો પર આવી ચડ્યાં છે જ્યાં ક્યારે પણ સિંહ જોવા મળ્યા નથી.

Dec 31, 2020, 08:33 PM IST