Given to mlas News

અંબાણી-અદાણીનું પણ સ્વપ્ન હોય તેવા ઘર બનાવીને ધારાસભ્યોને રહેવા માટે અપાશે
શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલા નવા અદ્યતન એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ મુલાકાત લઇ સમિક્ષા બેઠક યોજી હતી. આગામી બજેટ સત્ર દરમ્યાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે તેવું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. ૨૮ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણી મંત્રી પૂર્ણેશ મોદીએ સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. અંદાજીત રૂ.૧૪૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા એમ.એલ.એ. ક્વાટર્સમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ ૯ માળના કુલ ૧૨ ટાવર બનશે. ચાર બેડરૂમ સહિત ૯ રૂમ બનાવવાનુ આયોજન: રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે. બે લેન્ડ સ્કેપ ગાર્ડન, એક ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, પ્લે એરિયા, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા ઉપ્લબ્ધ કરાવાશે.
Nov 30,2021, 23:18 PM IST

Trending news