Have to pick up phone News

અધિકારીઓની દાદાગીરી નહી ચાલે, નાનકડા કાર્યકરનો પણ ફોન ઉપાડવો પડશે અને કામ પણ કરવા પડ
લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ (C.R Patil) એક કાર્યક્રમના સંબોધન દરમિયાન અધિકારીઓને કડક અંદાજમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓએ કામ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે. સી.આર પાટીલે સરકારી અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે કે, તમામ ધારાસભ્યોના નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જોઇએ. કોઇ પણ ધારાસભ્ય ફોન કરે તો ફોનનો જવાબ આપો. ગઇકાલે મુખ્યમંત્રીને ફરી એકવાર વિનંતી કરી છે કે, સાહેબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાઓમાં પણ અધિકારીઓએ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોનનો જવાબ નથી આપતા. પરંતુ હવે અધિકારીઓએ કામ કરવું પડશે અને જનપ્રતિનિધિઓનાં જવાબ પણ આપવા પડશે. 
Nov 15,2021, 18:10 PM IST

Trending news