jawahar chawda

રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા સરકાર કટિબદ્ધ: જવાહર ચાવડા

મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે

Jun 23, 2021, 07:25 PM IST

ટુરિઝમથી ગુજરાતને કેટલી આવક થઈ તેનો જવાબ ગુજરાત વિધાનસભામાં અપાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમનો વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી. જેના બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લા પાંચ વર્ષમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હોવાનો દાવો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે.

Jul 16, 2019, 02:07 PM IST

પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સહારે, પક્ષ પલટો કરનાર ત્રણેય MLAને ટિકિટ

લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવાની સાથે ભાજપે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યો પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ટીકિટ આપવામાં આવી છે. માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે. 

Mar 23, 2019, 11:13 PM IST
Gandhinagar: New Ministers Of State Government Will Take Charge Today PT1M5S

ગાંધીનગર: રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે સંભાળશે પદભાર

તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓ આજે ચાર્જ સંભાળવાના છે. જવાહર ચાવડા સહિત ત્રણેય મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે સાથે ગ્રાહક અને કુટિર ઉદ્યોગ પણ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા વિધી કરીને ચાર્જ સંભાળ્યો હતો.

Mar 11, 2019, 12:05 PM IST

જવાહર ચાવડાએ પહેર્યો કેસરીયો ખેસ, કોંગ્રેસમાં મઝા નથી તેથી પક્ષ બદલ્યો

જવાહર ચવડાએ કોંગ્રેસ પાર્ટીને છોડીને ગાંધીનગર ખાતે કમલમમાં ખાતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં જવાહર ચાવડાએ કેસરી ખેસ પહેરીનો ભાજપ સાથે જોડાયા હતા. જ્યારે જવાહર ચાવડાએ જણાવ્યું કે, હું મંત્રી પદ માટે ભાજપમાં જોડાયો નથી. અને વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજાની સેવા કરવામાં કંઇક ખૂટતું હોય તેવું લાગે છે. માટે કોંગ્રસ છોડીને ભાજપ સાથે જોડાણ કર્યું હતું.

Mar 8, 2019, 05:07 PM IST

ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ, કોંગ્રેસ છોડનાર જવાહર ચાવડા, જાડેજા બનશે મંત્રી !!

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા છે. અહીં તેમણે કહ્યું કે, પ્રજાના કામ કરવા માટે સરકારની પાર્ટીમાં આવ્યો છું. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં એવો કોઇ ખટરાગ ન હતો પરંતુ પાર્ટી દ્વારા અપાયેલ બધી જવાબદારી છોડીને આવ્યો છું. જુનો બધો હિસાબ કરીને આવ્યો છે. જોકે અહીં એવું કહેવાય છે કે, રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થનાર છે અને જવાહર ચાવડાને મંત્રી પદ મળી એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે

Mar 8, 2019, 04:11 PM IST