Kathvada News

અમદાવાદ: સાંજે ટેમ્પો ચાલક અને આગલી રાત્રે ડમ્પરે અકસ્માત સર્જતા 3નાં મોત
BRTS કોરિડોરમાં વધારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે (બુધવાર) સાંજે ઓઢવ રોડ પર બીઆરટીએસનાં કોરિડોરમાં ટેમ્પો (GJ 01 BT 6215 )એ બે લોકોને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંન્ને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાણીના વેરા પાસે  બીઆરટીએસ કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ સ્પીડથી આવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે બેફામ સ્પીડથી જઇ રહેલા ટેમ્પો ચાલક અટક્યો નહોતો. બે લોકોને અડફેટે લીધા હતા. આખરે ટેમ્પો બીઆરટીએસની રેલિંગ પર ચડી જઇને ઉભો રહી ગયો હતો. જો કે આ અકસ્માત બાદ ટ્રાફીક જામ થઇ ગયો હતો. 
Jan 8,2020, 19:19 PM IST

Trending news