પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની સરકારની જાહેરાત બાદ હવે ક્ષત્રિય સમાજે પણ સરકારને પત્ર લખ્યો છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ પદ્માવત ફિલ્મો અને ક્ષત્રિય અસ્મિતા આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી છે.
Loksabha Election 2024: અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણી લક્ષી કોઈ મુદ્દા જ નથી માટે અલગ અલગ વાતો કરી રહ્યું છે. ગુજરાતમાં છાશ વારે કોમની હુલ્લડો થતા હતા. કોંગ્રેસે પાર્ટી એ ભારતને લૂંટવા સિવાય કંઈ કામ કર્યું નથી.
રૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે.