drone

એક એવું ડ્રોન જે ખેડૂત અને સરકાર બંન્નેની ચિંતા એક જ ધડાકે કરી દેશે દુર, બંન્ને થશે ખુશ

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. દરેક વસ્તુ હવે મશીન અને ટેકનોલોજીથી સરળ અનેં ઝડપી બનતી જાય છે. અમદાવાદમાં નિખિલ મેઠિયાએ તેના ત્રણ મિત્રો સાથે મળી GTU અને રાજ્ય સરકારના સહયોગથી એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનની ખાસિયત છે કે, ઇમેજ પ્રોસેસિંગ અને 3D મોડલીગ તૈયાર કરે છે. વર્ષ 2016 માં આઈડિયા આવ્યો અને ડ્રોન તૈયાર થતા 5 વર્ષ લાગ્યા છે. આ ડ્રોન સામાન્ય ડ્રોન કરતા અલગ છે. આ ખાસ પ્રકારનું ડ્રોન જમીન સર્વે, ખેડૂતોના પાકની માહિતી આપે છે. આ ઉપરાંત માઇનિંગ સર્વે સહિતની કામગીરી કરે છે. હાલ ડ્રોન દ્વારા નેશનલ હાઇવે રોડ રસ્તા અને બુલેટ પ્રોજેકટનું પ્રોગ્રેસીગનું  કામ કરવામાં આવી રહ્યું છે.

Nov 20, 2021, 10:44 PM IST

VADODARA: પોલીસ નહી પરંતુ ડ્રોન આવ્યું અને પછી દેશી દારૂની ભઠ્ઠીઓમાં થઇ ભાગદોડ

પોલીસ દ્વારા આજે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી હતી. નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરો પર પોલીસે અનોખી રીતે દરોડા પાડ્યા હતા. જેના કારણે બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. સામાન્ય રીતે રેલી કે તહેવારમાં બંદોબસ્ત માટે ડ્રોન કેમેરાનો પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો કે વડોદરા પોલીસે પ્રથમવાર દેશીદારૂની ભઠ્ઠીઓ પકડવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો છે. પોલીસે વિવિધ 10 દેશીદારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન કેમેરાથી દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે.

Oct 11, 2021, 05:42 PM IST

China એ LAC પર તૈનાત કર્યા 50 હજારથી વધુ જવાન, ડ્રોન વડે રાખી રહ્યું છે નજર

ચીન (China) એ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના (Chinese Army) પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોન (Drone) નો ઉપયોગ શરૂ કરી રહી છે.

Sep 28, 2021, 08:10 AM IST

Google ના CEO સુંદર પિચાઇએ શેર કર્યો આવો વીડિયો, જોતાં ચોંકી ઉઠ્યા લોકો

ગૂગલ (Google) અને Alphabet ના સીઇઓ સુંદર પિચાઇ (Sundar Pichai)એ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સુંદર પિચાઇ સામાન્ય રીતે પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી પોતાના કામ સાથે જોડાયેલી અપડેટ શેર કરે છે.

Sep 2, 2021, 01:41 AM IST

સરહદ પર હવે પાકિસ્તાનની ચાલબાજી નહીં ચાલે, ભારતે તૈયાર કરી Anti Drone Gun

પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક સમયથી ડ્રોનથી થઈ રહેલા હુમલા સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. જો કે હવે સુરક્ષાદળોએ તેનો પણ તોડ શોધી નાખ્યો છે. 

Aug 13, 2021, 09:16 PM IST

Jammu Kashmir: સાંબા જિલ્લામાં જોવા મળ્યા બે ડ્રોન, પાકિસ્તાન પરત ફર્યા

એસએસપી સાંબા રાજેશ શર્મા (SSP Samba Rajesh Sharma) ના અનુસાર આજે સાંજે સાંબાના ઘગવાલ અને ચછવાલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ બે ડ્રોન જોયા હતા.

Aug 1, 2021, 07:20 AM IST

J&K માં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોએ ડ્રોન તોડી પાડ્યું, 5 કિલો વિસ્ફોટકો મળ્યા

જમ્મુ  અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે.

Jul 23, 2021, 08:59 AM IST

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ, પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો હુકમ

શ્રીનગરના જિલ્લાધિકારી મોહમ્મદ એઝાજે પોતાના ઓર્ડરમાં કહ્યું કે, આ નિર્ણય એસએસપીની ભલામણો બાદ લેવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રોન કે આવા UAVs રાખવા/વેચવા/ભેગા કરવા, ઉપયોગ કરવા કે ટ્રાન્સપોર્ટ કરવા પર પ્રતિબંધ હશે. 

Jul 4, 2021, 04:11 PM IST

Pakistan માં Indian high commission ની અંદર જોવા મળ્યું ડ્રોન, ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગ ( Indian high commission )ના રહેણાંક વિસ્તારમાં એક ડ્રોન જોવા મળ્યું છે.

Jul 2, 2021, 01:50 PM IST

J&K: જમ્મુમાં ફરી જોવા મળ્યું ડ્રોન, એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી

જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી સ્ટેશન પાસે ફરીથી એક ડ્રોન જોવા મળ્યું છે.

Jun 29, 2021, 09:43 AM IST

18 વર્ષના અમદાવાદીનું ભેજુ ગજબનું છે, ખાણમાં બ્લાસ્ટ કરવાની તાકાત ધરાવતું ડ્રોન બનાવ્યું

અમદાવાદના 18 વર્ષીય હર્ષવર્ધનસિંહે એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. હર્ષવર્ધનસિંહ ઝાલાએ આ ડ્રોન (drone)ને 'Eagle A7' નામ આપ્યું છે. આ વિશેષ ડ્રોન લેન્ડમાઈન્સ પાથરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં લેન્ડમાઈન્સ શોધીને તેનો નાશ કરવાની તાકાત ધરાવે છે. આ ડ્રોનનું સફળ પરીક્ષણ હર્ષવર્ધનસિંહે ભારતીય સેના સાથે મળીને પૂર્ણ કરાયું છે. જેનું અમદાવાદ ખાતે યુએનના U.N.O.D તેમજ યુએસના પીસ જામ ફાઉન્ડેશન સાથે મળીને લોન્ચિંગ કરાયું છે.

Jan 23, 2021, 02:10 PM IST

હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં જરૂરિયાતનો સામાન ડ્રોન વડે ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ડ્રોન વડે જરૂરી સામાનનું સપનું તમારે માટે અહીં ભારતમાં જ પુરૂ થવાનું છે.

May 30, 2020, 03:24 PM IST

ગજબનાક : મોરબીમાં ડ્રોનથી મંગાવ્યો માવો, હવે પોલીસ પાડશે વારો

મોરબીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને કોરોના વાયરસને અટકાવવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે. 

Apr 12, 2020, 08:02 AM IST

અમરેલીમાં લોક ડાઉનનું પાલન ન કરનાર પર ડ્રોનથી રાખવામાં આવશે નજર

અમરેલી જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસે હવે કડક પગલાં હાથ ધરાયા છે. અનેક વખત લોકોને સમજાવવા છતાં અનેક પ્રકારે લોકો એક યા બીજા બહાને બહાર નીકળવાનું ચાલુ રાખે છે

Mar 27, 2020, 05:32 PM IST

પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન

ભારત પાકિસ્તાન ઝીરો લાઈન નજીક ફિરોઝપુરની હુસૈનીવાલા  બોર્ડર નજીક ગત રાતે ફરીથી સતત ત્રીજી રાતે પણ પાકિસ્તાન તરફથી આવેલા બે ડ્રોન સરહદી ગામ હજારા સિંહવાલા ઉપર ઉડતા જોવા મળ્યાં.

Oct 10, 2019, 08:39 AM IST

ભારતીય બોર્ડર પાસે સતત ડ્રોન ઉડાવી રહ્યું છે પાકિસ્તાન, રાત્રે કરી રહ્યું છે ષડયંત્ર

ફિરોઝપુરના હુસૈનીવાલા (Hussainiwala) ઇન્ડો-પાક બોર્ડર (Indo-Pak border) પર સીમા નજીક ગત રાત્રીએ ફરી એક ડ્રોન (Drone) જોવા મળ્યું હતું. લોકોને રાત્રે લગભગ 7.20 વાગ્યે આ ડ્રોન (Drone) દેખાયું હતું

Oct 9, 2019, 09:40 AM IST

પંજાબ: બોર્ડર પર જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ 

પાકિસ્તાની સરહદ પાસે આવેલા પંજાબના ફિરોઝપુર હુસૈનીવાલામાં બીએસએફએ ડ્રોન ઉડતું જોયું છે. ભારત પાકિસ્તાનની સરહદની ચેકપોસ્ટ એચ કે ટાવર પાસે પાકિસ્તાન તરફથી 5 વાર ડ્રોન ઉડતું જોવા મળ્યું. આ ડ્રોન એકવાર ભારતીય સરહદમાં પ્રવેશી પણ ગયું. પાકિસ્તાન તરફથી ઉડેલા આ ડ્રોનને પહેલીવાર રાતે 10 વાગ્યાથી 10.40 વચ્ચે જોવા મળ્યું હતું. ત્યારબાદ રાતે 12 વાગેને 25 મિનિટ પર આ ડ્રોન ફરીથી જોવા મળ્યું હતું. 

Oct 8, 2019, 03:33 PM IST

ઇરાનનાં જનરલે કહ્યું, અમારા પર એક પણ ગોળી ચાલશે તો અમેરિકાએ ભોગવવું પડશે

દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળનાં જનરલ સ્ટાફનાં પ્રવક્તા બ્રિગેડીયર જનરલ અબુલફઝલ શેકરચીએ કહ્યું કે, ઇરાનની તરફથી એક પણ ગોળી ચાલશે તો અમેરિકા અને તેનાં સહયોગીઓનાં હિતોમાં આગ લાગી જશે

Jun 22, 2019, 05:09 PM IST

ટ્રમ્પનો દાવો 10 મિનિટ પહેલા અટકાવી દીધો ઇરાન પર થનારો હુમલો ! આ છે કારણ

ડોનાલ્ડ ટ્રમ્પે તબક્કાવાર કરેલા ટ્વીટમાં જણાવ્યું કે, તેઓ કોઇ જ ઉતાવળમાં નથી, અમેરિકી દળોને મોકલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં તેને પરત ખેંચી લીધો

Jun 21, 2019, 09:22 PM IST