ખાધા વગર ફક્ત નદીનું પાણી પીને જીવે છે આ સંત, ડોક્ટર પણ ચકિત, ગુજરાતમાં ખુબ મહત્વ છે આ નદીનું

તેમનો દાવો છે કે તેઓ છેલ્લા 47 મહિનાથી માતા નર્મદાનું જળ પીને જીવિત છે. તેઓ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને જ્યારે હવે ડોક્ટરોને ખબર  પડી કે એક સંત ખાધા વગર જીવે છે તો તેઓ પણ દંગ રહી ગયા અને  તેમણે એ જાણવા માટે રિચર્ચ કર્યું કે આખરે કેવી રીતે તેઓ પાણીના સહારે જીવિત છે. 

ખાધા વગર ફક્ત નદીનું પાણી પીને જીવે છે આ સંત, ડોક્ટર પણ ચકિત, ગુજરાતમાં ખુબ મહત્વ છે આ નદીનું

મધ્ય પ્રદેશના એક સંત છેલ્લા 47 મહિનાથી માત્ર નર્મદાનું પાણી પીને જીવિત છે એવો દાવો કરવામાં આવે છે. તેઓ આ સિવાય કશું ખાતા પીતા નથી. આવામાં ડોક્ટરો પણ આશ્ચર્યચકિત છે કે કઈ પણ ખાધા પીધા વગર તેમનામાં આટલી ઉર્જા ક્યાંથી આવે છે. આ કારણસર એમ્સના ડોક્ટર્સે પણ સંત પર રિસર્ચ કરીને રાજ્ય શાસનને રિપોર્ટ મોકલ્યો છે. 

એમપીના સંત છે દાદા ગુરુ મહારાજ
અહીં જેમની વાત કરીએ છીએ તે છે નર્મદાના ભક્ત દાદા ગુરુ મહારાજની. તેમનો દાવો છે કે તેઓ છેલ્લા 47 મહિનાથી માતા નર્મદાનું જળ પીને જીવિત છે. તેઓ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને જ્યારે હવે ડોક્ટરોને ખબર  પડી કે એક સંત ખાધા વગર જીવે છે તો તેઓ પણ દંગ રહી ગયા અને  તેમણે એ જાણવા માટે રિચર્ચ કર્યું કે આખરે કેવી રીતે તેઓ પાણીના સહારે જીવિત છે. 

વિશ્વના પહેલા વ્યક્તિ
મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંતનો દાવો છે કે એમ્સના ડોક્ટરોએ જે રિપોર્ટ રાજ્ય શાસનને મોકલ્યો છે તેમાં કહેવાયું છે કે આ વિશ્વના મેડિકલ જગતમાં પહેલો એવો અવસર છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ન વગર જીવિત છે, ડોક્ટરો પણ ચકિત છે કે માત્ર પાણી પીને કોઈને કેવી રીતે આટલી ઉર્જા મળે કે તે બધા કામ કોઈ પણ મુશ્કેલી વગર કરી શકે. 

અત્રે જણાવવાનું કે દાદા ગુરુ મહારાજ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં હાલમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં લગભગ 1101 છોડ વાવ્યા. આ દરમિયાન દાદા ગુરુના એક અનુયાયી ડોક્ટર અનિલ તિવારીએ જણાવ્યું કે એમ્સે લગભગ 900 પેજનું રિસર્ચ તેમના પર કર્યું છે. પરંતુ અંતમાં એકજ લાઈન લખી છે કે નર્મદા જ સત્ય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news