Manthara News

Lockdownમાં રામાયણે તોડી નાંખ્યા TRPના તમામ રેકોર્ડ
કોરોના વાયરસ (corona virus) ની જંગ જીતવા માટે સરકાર તરફથી દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે દૂરદર્શને (Doordarshan) 80ના દાયકાની પોતાની ફેમસ સીરિયલ રામાયણ અને મહાભારતે પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ અનેક લોકોને પોતાની બાળપણની મેમરી તાજી થઈ. તો કેટલાક લોકોએ તેની મજા પણ ઉડાવી. પણ હવે જાણવા મળ્યું છે કે, રામાયણે (ramayan) ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રામાયણની ટક્કરમાં હાલ કોઈ પણ ટીવી શો નથી આવ્યો. આ શોની ટીઆરપી વિશે માહિતી આપતા ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે ટ્વિટ કરીને કહ્યું કે, મને  આ વાત જણાવતા આનંદ થાય છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાયણ શો વર્ષ 2015 થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરતો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બન્યો છે. આ વાત તેમણે બાર્કના ડેટાના માધ્યમથી જણાવી છે. 
Apr 3,2020, 11:23 AM IST
રામાયણ શરૂ થતા જ Troll થઈ Swara Bhaskar, યુઝર્સે કહી દીધું આવું....
Apr 1,2020, 8:13 AM IST

Trending news