Migrants movements News

મજૂરોની સુરક્ષિત ઘરવાપસી માટે તૈયારીઓ શરૂ, કોરોનાથી સાજા થવાનો દર 25 ટકાથી વધુ 
કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દેશમાં લોકડાઉન લાગ્યું હોવાના કારણે વિભિન્ન ભાગોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવા માટે રાજ્યોએ ગુરુવારે તૈયારી શરૂ કરી દીધી છે. આ બાજુ દેશમાં સંક્રમણના 33,600થી વધુ કેસ સામે આવ્યાં છે. અને મૃતકોની સંખ્યા 1100 નજીક છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ -19ના દર્દીઓના સાજા થવાનો દર પણ પંદર દિવસ પહેલાના લગભગ 13 ટકા કરતા વધીને લગભગ 25.2 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો બીજો તબક્કો રવિવારે ખતમ થઈ રહ્યો છે. આવામાં લોકો આ લોકડાઉન આગળ વધશે કે પછી શું પગલું લેવાશે તે માટે સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. દેશમાં 25મી માર્ચથી લોકડાઉન લાગુ છે. પહેલા 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું હતું અને ત્યારબાદ તેને 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. 
May 1,2020, 7:36 AM IST

Trending news