muslims

ઓસ્ટ્રેલિયાએ તૈયાર કરેલા કાયદાથી મુસલમાનોની બેચેની વધી ગઈ, સરકાર પાસે લગાવી આ ગુહાર

ઓસ્ટ્રેલિયા એક એવો કાયદો લાવવા જઈ રહ્યું છે જેનાથી ત્યાં રહેતા મુસલમાનોની બેચેની વધી ગઈ છે. સ્કોટ મોરિસન સરકારના આ પગલાંથી મુસ્લિમ સંગઠનો ખુબ નારાજ છે.

Dec 31, 2021, 08:25 AM IST

નફરત અને જેહાદનું સમર્થન કરતા હતા ઈમામ, આ દેશની સરકારે મસ્જિદ પર તાળું મારી દીધુ

આ મસ્જિદના ઈમામ પર ધર્મોપદેશના નામે ખ્રિસ્તિ, સમલૈંગિક લોકો અને યહુદીઓ પ્રત્યે નફરત ફેલાવવાનો અને જેહાદનું સમર્થન કરવાનો આરોપ છે.

Dec 29, 2021, 06:54 AM IST

BJP સાંસદ Tejasvi Surya એ બીજા ધર્મોમાં કન્વર્ટ થયેલા લોકોની ઘર વાપસીની વકીલાત કરી, કહ્યું- 'વાર્ષિક ટાર્ગેટ નક્કી થાય'

બેંગલુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ બીજા ધર્મમાં કન્વર્ટ થયેલા હિન્દુઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેની હાલ  ખુબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે તેજસ્વી સૂર્યાએ મુસલમાનો અને ખ્રિસ્તિઓને હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાનું આહ્વાન કર્યું છે. 

Dec 27, 2021, 12:52 PM IST

નમાજ શાંતિ માટેની પ્રાર્થના છે, તેના મુદ્દે મુસ્લિમોએ કોઇ સાથે ઝગડવું ન જોઇએ: નકવી

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સુરત શહેરના પ્રવાસે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વકફ માફિયાઓથી વકફને મુક્તિ મળશે. ઉત્તર પ્રદેશમાં કટ, કમિશન, કરપશન અને કોમ્યુનલનો સફાયો થયો છે. ગુરુગ્રામમાં જુમ્માની નમાજને લઇ બે જૂથના લોકો આમને સામને આવી જતા હોય છે. જેને લઇને નકવીએ જણાવ્યું હતું કે નમાઝ પૂજા પ્રાર્થના આ શાંતિ માટે હોય છે. સદભાવ માટે હોય છે. જેનાથી શાંતિ આપવી જોઈએ અને સદભાવના વધવી જોઈએ. 

Dec 11, 2021, 11:13 PM IST

પાકિસ્તાનમાં મુસ્લિમોને પણ માથું ઝુકાવુ પડે છે આ હિન્દુ મંદિરમાં, જાણો સૌથી ભયાનક પૌરાણિક કથા વિશે..

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મંદિર છે જેનું નામ હિંગળાજ માતાનું મંદિર છે. આ મંદિર તેની પૌરાણિક કથાઓને કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે માતા સતીનું માથું કાપવા માટે ચક્ર ફેંક્યું ત્યારે ચક્ર સાથે માથું આ જગ્યા પર પડ્યું હતું.

Dec 11, 2021, 01:33 PM IST

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદની ઉજવણી કરી, 51 કિલો કેકનું કર્યું કટિંગ

જામનગરમાં આજે ઈદ-એ-મિલાદુન્નબીની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 
 

Oct 19, 2021, 10:16 AM IST

CAA અને NRC થી મુસલમાનોને કોઈ સમસ્યા થશે નહીંઃ મોહન ભાગવત

ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, રાજકીય ફાયદા માટે સીએએ અને એનઆરસીને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું. તેને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઈ લેવાદેવા નથી. 
 

Jul 21, 2021, 04:20 PM IST

Palestine રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ, કહ્યું- અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે

ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા જંગને લઈને સતત સમાચાર આવી રહ્યાં છે. આ વચ્ચે 10 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ થયો છે. તેમાં આ બાળકી રડતા રડતા દુનિયાની સામે સવાલ ઉઠાવી રહી છે. 
 

May 17, 2021, 03:32 PM IST

Assam Assembly Election: હિમંત બિસ્વા શર્મા બોલ્યા- 'ભાજપને મત નથી આપતા મિયાં મુસ્લિમ', બાકી સીટો અમારી

આ પહેલા પણ હિમંત બિસ્વા શર્મા વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. અસમમાં સરકારી મદરેસા બંધ કરાવવામાં તેમની મોટી ભૂમિકા રહી. તેમનું કહેવું હતું કે તેમની સરકાર ધારમિક આધાર પર અપાતા શિક્ષણ માટે સરકારી ફંડનો ખર્ચ કરશે નહીં.
 

Jan 31, 2021, 07:25 PM IST

ફ્રાન્સને મળ્યો UAEનો મજબૂત સાથ, રાષ્ટ્રપતિ Emmanuel Macron વિશે આપ્યું મોટું નિવેદન 

 ફ્રાન્સ (France) માં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવાને લઈને અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જો કે UAEના વિદેશમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સ્ટેન્ડનું સમર્થન કર્યુ છે. યુએઈના વિદેશમંત્રી અનવર ગાર્ગાશે સોમવારે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મુસ્લિમોએ મેક્રોનના પશ્ચિમી સમાજને અનુકૂળ ઢળવાની વાત સ્વીકારવી જોઈએ.

Nov 3, 2020, 02:13 PM IST

કાર્ટૂન વિવાદ: Charlie Hebdo મેગેઝીન પર રશિયાએ આપ્યું મોટું નિવેદન

રશિયામાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે ચાર્લી હેબ્દો જેવી કાર્ટૂન મેગેઝીન રશિયામાં ચાલી શકે નહીં. આ દરમિયાન પેસકોવે ગત 16 ઓક્ટોબરના રોજ થયેલી ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીની હત્યાને પણ ભયાનક ત્રાસદી ગણાવી.

Nov 2, 2020, 08:08 AM IST

દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી

ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરવાદિઓ સામે કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં દેશભરના મુસ્લિમો (Muslims) ફરી એકવાર CAA વિરોધી આંદોલન અંતર્ગત રસ્તા પર ઉતરી રહ્યાં છે. મુસ્લિમોએ શુક્રવારના જુદા જુદા શહેરોમાં પ્રદર્શન કરી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)ના પોસ્ટર સળગાવ્યા, સાથે જ ફ્રાન્સ (France)ના ધ્વજને પણ આગ લગાવી હતી.

Oct 30, 2020, 06:01 PM IST

World war 3: નોસ્ટ્રાડેમસનો સંકેત, ખ્રિસ્તી-ઈસ્લામના સંઘર્ષથી વિશ્વયુદ્ધનું જોખમ

ફ્રાન્સ સામે મુસ્લિમ દેશોનો હોબાળો જોતા એક નવો સંઘર્ષ ઊભો થવાની આશંકા સેવાઈ રહી છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કટ્ટરપંથી ઈસ્લામના કારણે પેદા થયેલા સંકટ તરફ ઈશારો કર્યો તો દુનિયાભરના મુસલમાનોએ એકસૂરમાં મેક્રોન પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે ભારતમાં પણ રઝા એકેડેમી જેવા કેટલાક કટ્ટરપંથી સંગઠનોએ મેક્રોન વિરુદ્ધ ફતવા બહાર પાડવા માંડ્યા.

Oct 30, 2020, 07:45 AM IST

200 કારીગરો મળીને મક્કાના કાબાનું કાળું કપડું સોના-ચાંદીના તારથી બનાવે છે

સાઉદી અરબના મક્કા શહેરમાં સ્થિત મુસ્લિમોના પવિત્ર તીર્થ કાબા પર નવું કિસ્વહ એટલે કે કાળુ કપડુ ગુરુવારે ઢાંકવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વાર્ષિક પરંપરા દરમિયાન કર્મચારીઓએ માસ્ક પહેર્યું હતું અને પ્રોટોકોલનું પાલન કર્યુ હતું.

Jul 31, 2020, 03:36 PM IST

ગુજરાતમાં આવેલા તબલિગી જમાતના 68 હજી પણ મિસીંગ, સરકારે HCમાં સોંપ્યો રિપોર્ટ

આજે અમદાવાદમાં કોરોના (corona virus) ના કુલ 7 નવા કેસ આવ્યા, જેમાંથી એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજ (Nizamuddin Markaz) માં હાજરી આપનાર શખ્સ પણ છે. આજે હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ. જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નિઝામુદ્દીન તબગિલી જમાત (Tablighi Jamaat) ના કાર્યક્રમમાથી 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે. 83 લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે. આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે. આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટ (HC) માં કરી છે. 

Apr 3, 2020, 01:43 PM IST

ગાઝિયાબાદની હોસ્પિટલમાં તબલિગી જમાતના દર્દીઓ પેન્ટ વગર ફરે છે, નર્સો થઈ હેરાન-પરેશાન

ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં ભરતી કોરોના (corona virus)ના 6 શંકાસ્પદ દર્દીઓ પર હોસ્પિટલની નર્સોએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ 6 લોકો નિઝામુદ્દીન (Nizamuddin) માં થયેલા તબગિલી જમાતની મરકજમાં સામેલ થયા હતા. નર્સોએ આરોપ લગાવ્યો છે કે, આ દર્દીઓ પેન્ટ વગર ફરે છે. અશ્લીલ ગીતો સંભળાવે છે. અભદ્ર ઈશારા કરે છે. તેમજ અમારી પાસેથી બીડી સિગરેટની માંગ કરે છે. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લાધિકારીએ તપાસ માટે ટીમ મોકલી છે. જેના બાદ આ દર્દીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 

Apr 3, 2020, 12:35 PM IST

Breaking News: નિઝામુદ્દીન મરકજમાં અજીત ડોવાલનો એક ખાસ કામ માટે કરાયો હતો સંપર્ક

દિલ્હીના નિઝામુદ્દીન (Nizamuddin) વિસ્તારમાં થયેલા તબગિલી જમાત (Tablighi Jamaat) કાર્યક્રમને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે માહિતી મળી છે કે, 28-28 માર્ચની રાત્રે જમાતના મૌલાના સાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ (NSA Ajit Doval) નો સંપર્ક કર્યો હતો. અજીત ડોવાલ સાથે વાતચીત કર્યા બાદ તબગિલ જમાતના લોકો એ જગ્યા પરથી હટવા માટે રાજી થયા હતા. તે સમયે NSA અજીત ડોવાલે મૌલાનાને સેન્ટરમાં હાજર તમામને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું. તબગિલી જમાતના સેન્ટરમાં કોરોનાના મામલામાં મળવાની વાતને લઈને અજીત ડોવાલ અને ગૃહમંત્રી અમિત શાહ બહુ જ ગંભીર હતા. 

Apr 1, 2020, 01:15 PM IST

નિઝામુદીન મરકજમાં હાજરી આપનાર 1500ની યાદી કેન્દ્ર સરકારે ગુજરાતને સોંપી

એક તરફ ગુજરાતમાં કોરોના (Corona virus) પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ તબગિલી જમાત (Tablighi Jamaat) કાર્યક્રમે મોટો બોમ્બ ફોડ્યો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકોએ આ કાર્યક્રમ (Nizamuddin Markaz) માં હાજરી આપી હતી. આ માહિતી સામે આવતા જ તમામ લોકોની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. ગુજરાતના વિવિધ શહેરોમાંથી તબગિલી જમાતના કાર્યક્રમમાં લોકો ગયા હોવાનુ ખૂલ્યું છે. આવામાં પોલીસ સ્કૂટિની કરીને તમામને આઈડેન્ટીફાઈ કરી રહી છે. દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાના મુદ્દે આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 1500 લોકોની યાદી ગુજરાત સરકારને સોંપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય

Apr 1, 2020, 12:38 PM IST

વલસાડ : તબલિગી જમાતમાં ગયેલા 24 પરત ફર્યા, 14 હજી તંત્રની પહોંચ બહાર

દિલ્હીમાં યોજાયેલ નિઝામુદીન (Nizamuddin Markaz) ખાતેના તબલિગી જમાત (Tablighi Jamaat ) ના કાર્યક્રમે કેન્દ્ર સરકારની સાથે વિવિધ રાજ્યોની સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. દેશમાં હાહાકાર મચાવનારી આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 450થી વધુ લોકોનો કોરોના (Corona virus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે હાલ સરકાર આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને શોધી રહી છે. આ લોકો અન્ય લોકોને ચેપ ન લગાડે તેની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર આવા લોકોને શોધવા માટે એલર્ટ મોડ પર આવી ગયું

Apr 1, 2020, 09:33 AM IST