વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા! પોલીસ માટે મોટો પડકાર

આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે પરંતુ બનાવના 36 કલાક વીત્યા બાદ પણ વડોદરા તાલુકા પોલીસે નરાધમોને ઝડપી પાડવાનું દૂર પણ નરાધમોની ઓળખ પણ કરી શક્યું નથી. એટલું જ નહીં પોલીસે તાત્કાલિક 15 શકમદોને પકડ્યા પણ એક પણ આરોપી ના નીકળ્યો.

વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા! પોલીસ માટે મોટો પડકાર
  • વડોદરાના ભાયલીમાં ગેંગ રેપ કેસમાં આરોપીઓ પોલીસ પકડથી દુર
  • ખુબ જ ગંભીર પ્રકારનાના કેસમાં પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો
  • આઇજી, એસપી, 3 ડીવાયએસપી ,5 પીઆઈ,15 પીએસઆઈ સહિત 200 ની ટીમ કામે લાગી 
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ વડોદર ગેંગ રેપ કેસની તપાસમાં જોડાઈ

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના ભાયલીમાં સગીરા સાથે ગેંગરેપની ઘટનાને 40 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ આરોપીઓની ભાળ મેળવી શકી નથી. સમગ્ર મામલામાં હજુ સુધી આરોપીની ઓળખ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. જેને પગલે ગૃહ વિભાગ દ્વારા આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને આઈજી, એસપી સહિતના 200 સુપરકોપ્સની ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા આદેશ કર્યો છે. 

ઘટના સ્થળે FSL સાથે તપાસ હાથ ધરી-
આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે પરંતુ બનાવના 36 કલાક વીત્યા બાદ પણ વડોદરા તાલુકા પોલીસે નરાધમોને ઝડપી પાડવાનું દૂર પણ નરાધમોની ઓળખ પણ કરી શક્યું નથી. એટલું જ નહીં પોલીસે તાત્કાલિક 15 શકમદોને પકડ્યા પણ એક પણ આરોપી ના નીકળ્યો. પોલીસે નવલખી ગેંગ રેપની તપાસની પેટર્ન પર તપાસ સરું કરી. ઘટના સમયના મોબાઈલ લોકેશન ચેક કરવામાં આવ્યા. પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સિલિંગ કર્યું.

વડોદરાના ભાયલીમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતઃ
ગેંગરેપની ઘટના બાદ વડોદરાના લોકોએ કર્યા સવાલ
નાના બાળકો અને વડીલો બેનર લઈને ગરબા રમ્યા
નરાધમોને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ
નવાયાર્ડ વિસ્તારની રામ ચાલીમાં ગરબા દરમિયાન અપાયો સંદેશ
દુષ્કર્મીને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી

વડોદરાના ભાયલીમાં ગેંગ રેપ કેસમાં આરોપીઓ પોલીસ પકડથી દુર છે. ખુબ જ ગંભીર પ્રકારનાના આ કેશમાં પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો છે. આઇજી, એસપી, 3 ડીવાયએસપી ,5 પીઆઈ,15 પીએસઆઈ સહિત 200 ની ટીમ કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. દુષ્કર્મની ઘટનામાં 3 કિમી વિસ્તારના 1 હજાર ઘરોમાં પોલીસે તપાસ કરી છે.

નવરાત્રિમાં રોમિયોગીરી કે છેડતી કરનાર સામે વડોદરા પોલીસની લાલ આંખ કરવામાં આવી છે. ભાયલી ગેંગરેપ જેવી ઘટના ન બને તે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાદરા સહિત વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ કરાઈ. અવાવરું જગ્યા, કેનાલ, રસ્તાઓ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. પાદરા પોલીસે શી ટીમની અલગ અલગ ટુકડી તહેનાત કરી છે. મહિલા પોલીસ કર્મચારી ગરબા ગ્રાઉન્ડ અને જાહેર માર્ગ પર ચણિયાચોલી પહેરી ફરજ બજાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news