Nagarwada News

વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના
અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
Apr 15,2020, 16:07 PM IST

Trending news