one after another leaders

AHMEDABAD: રાજ્યના એક પછીએક મંત્રીઓના જગન્નાથ મંદિરે આંટાફેરા, જો કે રથયાત્રા અંગે ચલકચલાણું

ગુજરાતમાં રાજ્યમાં અમદાવાદ રથયાત્રાનું અનોખુ મહત્વ છે. ગુજરાતના આર્થિક પાટનગરમાં રથયાત્રાનું અનોખુ મહત્વ રહેલું છે. આજે રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. રથયાત્રા અગાઉ પૂર્વે ગૃહમંત્રી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે રથયાત્રાના સમય અંગે તેમણે પણ મગનું નામ મરી પાડવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર જણાવ્યું કે, રથયાત્રાના સમય અંગે મુલ્યાંકન ચાલી રહ્યું છે. તમામ સંજોગો અને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. 

Jul 2, 2021, 08:29 PM IST