Pm modi swearing in ceremony News

મોદીને PM માનવાનો ઇન્કાર કરનાર મમતા હવે શપથગ્રહણમાં ભાગ લેશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણીની કડવાટ ભુલીને વડાપ્રધાન નરેન્દ્રમોદીના શપથ ગ્રહણ સમારોહમાં જોડાશે. લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીમમતા બેનર્જી અને ભાજપની વચ્ચે તીખી નિવેદનબાજી જોવા મળી હતી. બંન્ને દળોનાં નેતાઓએ અનેક વિવાદાસ્પદ નિવેદન આપ્યા અને એકબીજા પર આરોપો લગાવ્યા હતા. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે, મમતા શપથ ગ્રહણસમારોહમાં હિસ્સા નહી લે. જો કે મમતા 30 મેના રોજ નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન તરીકે ફરીએકવાર શપથ લેવાનાં કાર્યક્રમમાં હિસ્સો લેશે. આ અંગે તેમનું કહેવું છે કે એક રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનનાં શપથગ્રહણ સમારોહમાં જોડાશે. 
May 28,2019, 21:07 PM IST

Trending news