Popat rajpara News

રાજકોટ BJPમાં આંતરિક વિખવાદ સામે આવ્યો, ભરત બોઘરા પર ભ્રષ્ટાચારનો આરોપ
રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપમાં ભરત બોઘરાને લઇને વધુ એકવાર રાજકારણ ગરમાયું છે. જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાએ સોશિયલ મીડિયા (Social Media) માં મેસેજ વાયરલ કર્યો છે, જેમાં ભાજપ નેતા ભરત બોધરા (Bharat Boghara) પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પોપટ રાજપરાએ આરોપ લગાવ્યો છે કે બોધરાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે અને સાથે જ જસદણની પેટાચૂંટણીમાં પૈસા ચાઉં કરી ગયા હતા. આ મામલે પ્રદેશ સ્તરે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ભરત બોધરા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ બનવા દાવેદારી કરી રહ્યા છે. જેનાથી જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી છે. 
Nov 17,2019, 15:18 PM IST

Trending news